Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > આ IPS અધિકારીને અમદાવાદ પોલીસ કમિશનરને વધારાનો ચાર્જ સોપાયો

આ IPS અધિકારીને અમદાવાદ પોલીસ કમિશનરને વધારાનો ચાર્જ સોપાયો

0
2742

ગાંધીનગર: ગુજરાત કેડરના 1985 બેન્ચના CID ક્રાઇમના ડીજી આશિષ ભાટિયાને અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે. ગૃહ વિભાગે નવા પોલીસ કમિશનરની નિમણૂંકની ફાઇલ પાસ કરી હતી હતી.અમદાવાદના પોલીસ કમિશનર એકે સિંઘને આજે છુટા કરવામાં આવશે.

અમદાવાદના પોલીસ કમિશનર એકે સિંઘની અઠવાડિયા અગાઉ દિલ્હી ખાતે NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ)ના ડીજી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની 6 બેઠકની પેટા ચૂંટણીઓમાં અમદાવાદ શહેરની અમરાઇવાડી વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી યોજાવાની હોવાથી અમદાવાદ પોલીસ કમિશનર એકે સિંઘને છુટા કરવામાં આવ્યા નહતા. વિધાનસભા પેટા ચૂંટણીઓનું પરિણામ આવી ગયુ છે અને આજથી દિવાળીની રજાઓ શરૂ થવાની હોવાથી અમદાવાદ પોલીસ કમિશનર એકે સિંઘને આજે શુક્રવારે છુટા કરવામાં આવશે અને તેમની જગ્યાએ તેમના જ બેચમેન્ટ 1985 બેન્ચના CID ક્રાઇમના ડીજી આશિષ ભાટિયાને અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર બનાવવાનો તખ્તો સરકારે ગોઠવી નાખ્યો છે અને આ અંગે સાંજ સુધીમાં હુકમ થવાની સંભાવના છે.

CID ક્રાઇમના ડીજી આશિષ ભાટિયા અગાઉ સુરત શહેરના પોલીસ કમિશનર પણ રહી ચુક્યા છે. તે પહેલા અમદાવાદ શહેરમાં 2008માં બોમ્બ બ્લાસ્ટ થયો હતો ત્યારે તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશનર હતા અને ગણતરીના દિવસોમાં જ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓને ઝડપી લીધા હતા.

ગુજરાતના હાલના ડીજીપી શિવાનંદ ઝા આગામી એપ્રિલ મહિનામાં વય મર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યાં છે. તેમના પછી સૌથી સીનિયર IPS ડીજી રેન્કના અધિકારી એકે સિંઘની દિલ્હી NSG ખાતે બદલી થતા તેમના બેન્ચમેન્ટ આશિષ ભાટિયા સૌથી સીનિયર હોવાથી તેમને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર બનાવ્યા હોવાનું IPS અધિકારીઓમાં ચર્ચાઇ રહ્યું છે.

અમદાવાદ પોલીસ કમિશનર એકે સિંઘની NSGમાં બદલી થઇ ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય કુમાર તોમરને અમદાવાદ સીપીનો ચાર્જ સોપવામાં આવે કે તેમને અમદાવાદના સીપી બનાવવામાં આવે તેવી પણ ચર્ચાઓ ચાલી હતી.

ગુજરાત એક્સક્લુઝિવે મહિના પહેલા કરી હતી ખબર બ્રેક, રાજ્યના 350થી વધુ PSIને મળી બઢતી