ગાંધીનગર: વડનગરથી વલસાડ વચ્ચે 3 નવેમ્બરથી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત થઇ છે. સાંસદ દર્શના જરદોશે ટ્રેનને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન વલસાડથી નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા ઉભી રહેશે.
Advertisement
Advertisement
વલસાડથી વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 5.45 વાગ્યે ઉપડશે જે 12.45 વાગ્યે વડનગર પહોચશે. વડનગરથી સાંજે 4.45 વાગ્યે ટ્રેન ઉપડશે જે 00.35 વાગ્યે વલસાડ પહોચશે. વલસાડ-વડનગર ડેઇલી ટ્રેન ત્રીજી નવેમ્બરથી શરૂ થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા ઉત્તર ગુજરાતના લોકો અને મુંબઇનો પ્રવાસ કરતા ઉત્તર ગુજરાતના નાગરીકો માટે વલસાડ-વડનગર ટ્રેનથી રેલ્વેની સુવિધામાં વધારો થયો છે. જોકે, વિસનગરને સ્ટોપેજ આપવામાં ના આવતા સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
વલસાડ-વડનગર ટ્રેન વલસાડથી સવારે 5.45 વાગ્યે ઉપડશે અને બપોરે 12.45 વાગ્યે વડનગર પહોચશે. જ્યા બે કલાક રોકાણ કરીને 4.45 કલાકે ઉપડીને રાત્રે 00.35 કલાકે વલસાડ પહોચશે. વલસાડથી ઉપડતી ટ્રેન નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા ઉભી રહેશે.
ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના દક્ષિણ ગુજરાતમાં ધંધો રોજગાર કરતા નાગરિકોને આ ટ્રેનની સુવિધાનો લાભ મળશે.વરેઠા સુધી બ્રોડગેજ લાઇન તૈયાર થઇ ગઇ છે જ્યારે વરેઠાથી અંબાજી, આબુરોડની રેલ્વે લાઇનની કામગીરી કરવામાં આવી રહી હોવાથી ભવિષ્યમાં આ ટ્રેનને અંબાજી સુધી લંબાવવા માટે વડનગર ખાતે બે કલાકનું રોકાણ રાખવામાં આવ્યુ છે.
Advertisement