Gujarat Exclusive > ગુજરાત > અમદાવાદ સિવિલમાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ, પ્રથમ દિવસે 100 લોકોને વેક્સિન અપાશે

અમદાવાદ સિવિલમાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમનો પ્રારંભ, પ્રથમ દિવસે 100 લોકોને વેક્સિન અપાશે

0
144

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વેક્સીનેશન કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અગ્ર હેલ્થ સચિવ જયંતિ રવી હાજર રહ્યા હતા. આજે સિવિલ હોસ્પિટલમાં 100 લોકોને વેક્સિન આપવામાં આવશે. Corona

સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ નવીન ઠાકર અને કેતન દેસાઇને આપવામાં આવ્યો હતો. SVPના સુપ્રિટેડન્ટ એસ.ટી.મહ્લાનને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેક્સિન લગાવનારાઓને બેચ લગાવી સન્માનિત કર્યા હતા.

રાજ્યના 161 કેન્દ્રો પર વેક્સીનેશન

કોરોના વૅક્સીનેશનના (Corona Vaccination) પ્રથમ દિવસે રાજ્યના 161 બૂથ પરથી વૅક્સીન (Corona Vaccine) આપવામાં આવશે. જેમાં દરેક બૂથ પર 100 સ્વાસ્થ્ય કર્મચારીઓને આજે વૅક્સીન (Covid-19 Vaccine) મૂકાશે. આમ વૅક્સીનેશનના પ્રથમ દિવસે જ રાજ્યના 16,000 જેટલા સ્વાસ્થ્ય કર્મચારીઓને વૅક્સીન આપવામાં આવશે.

આડ અસર થાય તો કોલ કરવા વિનંતી

લાભાર્થીને વેક્સિનેશન બાદ કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળે તો તુરંત સારવાર મળી રહે તે માટે 104 અથવા 14499 નંબર પર કોલ કરી જાણ કરશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9