Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કમાન્ડન્ટ જનરલ ટી.એસ.બિષ્ટની સૂચના, હોમગાર્ડ જવાનને ડ્રાઈવર-ઓપરેટરનું કામ ના સોંપવુ

કમાન્ડન્ટ જનરલ ટી.એસ.બિષ્ટની સૂચના, હોમગાર્ડ જવાનને ડ્રાઈવર-ઓપરેટરનું કામ ના સોંપવુ

0
7486

અમદાવાદ: સિવિલ ડિફેન્સ ડીજી એન્ડ કમાન્ડન્ટ જનરલ ટી.એસ.બિષ્ટએ સૂચના જારી કરી હોમગાર્ડ જવાનને ડ્રાઈવર, ટેલિફોન ઓપરેટર,મેસેન્જર કે કચેરીનું કામ ના સોંપવા જણાવ્યું છે. હોમગાર્ડ જવાન પાસે ખાનગી ડ્રેસમાં ઘણી જગ્યાએ કચેરીના જુદા જુદા વિભાગના જુદા જુદા કામ કરાવવામાં આવે છે. જે બાબત હોમેગાર્ડ એકટની જોગવાઈની વિરુદ્ધમાં હોવાનું તેમણે જણાવ્યું છે. એક જ સ્થળે ફરજ બજાવતા હોમગાર્ડ વિરુદ્ધ ફરિયાદો આવતી હોય છે, આથી દરેક હોમગાર્ડઝની દર બે માસે બદલી કરવાની સૂચના પણ તેઓએ આપી છે.

કમાન્ડન્ટ જનરલ બિષ્ટએ વધુમાં જણાવ્યું છે કે, મુંબઈ હોમગાર્ડઝ નિયમો 1953ના નિયમ-16માં હોમગાર્ડઝ સભ્યોના કાર્યો અને ફરજો નિયત કરવામાં આવી છે. જે મુજબ હોમગાર્ડઝ પોલીસની મદદમાં કાયદો અને વ્યવસ્થાની ફરજ,રાત્રી ફરજ, ટ્રાફિક ફરજ,રેલ્વે સુરક્ષા ફરજ,પ્રાકૃતિક આપદા વખતે જાનમાલની સુરક્ષા વગેરે ફરજ હોમગાર્ડઝ દળ ના સભ્યોએ બજાવવાની હોય છે. જેથી તમામ હોમગાર્ડઝને આ પ્રકારની ફરજ પર તૈનાત કરવા અને હોમગાર્ડઝ ફરજ પર હોય ત્યારે અચૂક યુનિફોર્મમાં તૈનાત હોવા જોઈએ તેવી સૂચના અપાઈ છે. દરેક હોમગાર્ડઝ જીલ્લા કમાન્ડન્ટની તેઓના વિસ્તારમાં આ જોગવાઈઓનો અમલ થાય તે જોવાની જવાબદારી રહેશે.

લેખિત સૂચનામાં માનદ સેવા આપતા હોમગાર્ડઝ દળના સભ્યોમાં માનદ હાર્દ જળવાઈ રહે માટે હોમગાર્ડઝને એકની એક જગ્યાએ લાંબા સમય સુધી ફરજ પર ના રાખી તેમણે બદલતા રહેવાની જરૂર હોવાનો ઉલ્લેખ છે. ઘણા જીલ્લાઓમાં હોમગાર્ડઝ સભ્યોની માંગણી રૂટિન પ્રકારના કામ માટે કરવામાં આવે છે, જે યોગ્ય નથી. એક જ જગ્યાએ ઘણા સમયથી ફરજ બજાવતા હોમગાર્ડઝના જવાનો વિરુદ્ધ ઘણી વખત ફરિયાદો આવતી હોય છે.

જેથી દરેક હોમગાર્ડઝ જવાનની દર બે માસે ફરજની જગ્યા અને ફરજનો પ્રકાર બદલવાનો હુકમ હોમગાર્ડ ડીજીપીએ કર્યો છે. હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ ટી.એસ.બિષ્ટએ જારી કરેલી લેખિત સૂચના અંગે પોલીસ ભવન સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યુરો, તમામ શહેરના પોલીસ કમિશનર,રેન્જના વડા અને જિલ્લાના એસપીને જાણ કરવામાં આવી છે.

રુપાણી સરકારે જાહેર કર્યું ₹ 14 હજાર કરોડનું ‘આત્મનિર્ભર પેકેજ’