Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > coming soon covid-19 third wave: ગુજરાતમાં કોરોના વાયરસના નવા 573 કેસ નોંધાયા

coming soon covid-19 third wave: ગુજરાતમાં કોરોના વાયરસના નવા 573 કેસ નોંધાયા

0
9

રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 573 કેસ નોંધાયા છે. ગુજરાતમાં હવે આજથી ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે. કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે બે લોકોના મોત થયા છે.

રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં અમદાવાદમાં 278 કેસ, સુરતમાં 78, વડોદરામાં 50, રાજકોટમાં 28, ગાંધીનગરમાં 19, કચ્છમાં 16, વલસાડમાં 15, આણંદમાં 14. ભાવનગરમાં 10, મહિસાગરમાં 9, ભરૂચ, ખેડા અને નવસારીમાં 8, જામનગરમાં 7, અમરેલી અને મહેસાણામાં 5, પંચમહાલમાં 4, મોરબીમાં 3 કેસ નોંધાયા છે. , જૂનાગઢ 3, સાબરકાંઠા 2, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર 1-1 નોંધાયા છે.

2.32 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી

ગુરુવારે કુલ 2,32,392 લોકોને કોવિડ સામે રસી આપવામાં આવી હતી. રાજ્યભરમાં અત્યાર સુધીમાં 8.92 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે 3 થી 9 જાન્યુઆરી દરમિયાન 15-18 વર્ષની વયના બાળકો માટે મેગા રસીકરણ અભિયાનની જાહેરાત કરી છે.

ગુજરાતમાં કોઈ નવો ઓમિક્રોન કેસ નથી

ગુરુવારે ગુજરાતમાં કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટનો કોઈ નવો કેસ મળ્યો નથી. વર્તમાન સંખ્યા 97 છે, જેમાંથી 44ને રજા આપવામાં આવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat