નવી દિલ્હી: કૉમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે નિધન થયુ છે. છેલ્લા કેટલાક સમયથી રાજુ શ્રીવાસ્તવની AIIMS હૉસ્પિટલમાં સારવાર ચાલતી હતી. રાજૂ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યા બાદ તે હૉસ્પિટલમાં દાખલ હતા.
Advertisement
Advertisement
રાજૂ શ્રીવાસ્તવના નિધનથી બોલિવૂડ અને ટીવી જગત શોકમાં ગરકાવ થઇ ગયો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ રાજૂ શ્રીવાસ્તવને યાદ કરી રહ્યા છે અને તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પોતાની શાનદાર સેન્સ ઓફ હ્યૂમરથી કરોડો લોકોને હસાવનાર રાજૂ શ્રીવાસ્તવના અચાનક દુનિયામાંથી ચાલ્યા જવાથી ફેન્સ દુખી થઇ ગયા છે.
રાજૂ શ્રીવાસ્તવ પોતાની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખતો હતો. રાજૂ શ્રીવાસ્તવ જીમ અને વર્કઆઉટને મિસ કરતો નહતો. તે સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ હતો અને હંમેશા ફેન્સને હસાવવાનો જ તેનો અર્થ હતો, તેના ઇંસ્ટા એકાઉન્ટ પર કેટલાક ફની અને રસપ્રદ વીડિયો તમને જોવા મળી જશે. રાજૂ શ્રીવાસ્તવ હવે કૉમિક વીડિયો દ્વારા ફેન્સની યાદમાં બન્યો રહેશે. રાજૂ શ્રીવાસ્તવ પોતાની પાછળ પત્ની અને બે બાળકને છોડી ગયો છે.
કૉમેડી શોથી રાજૂ શ્રીવાસ્તવને મળી હતી ઓળખ
રાજૂ શ્રીવાસ્તવ શોબિઝ ઇન્ડસ્ટ્રીનું જાણીતુ નામ હતો, તેને કેટલીક ફિલ્મ અને શોમાં કામ કર્યુ હતુ. રિયાલિટી શોમાં પણ રાજૂ શ્રીવાસ્તવે ભાગ લીધો હતો. રાજૂને ઓળખ કોમેડી શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ દ્વારા મળી હતી. આ શોથી મળેલી સફળતા પછી રાજૂએ ક્યારેય પાછળ ફરીને જોયુ નથી. રાજૂ શ્રીવાસ્તવ એક્ટર, કૉમેડિયન હોવાની સાથે સાથે નેતા પણ હતો. તે ભાજપ સાથે જોડાયેલો હતો. રાજૂ શ્રીવાસ્તવની કોઇ ગોડફાધર વગર સફળતા મેળવવી ઇંસ્પાયરિંગ છે.
Advertisement