Gujarat Exclusive > The Exclusive > #Column: Saurashtraના પ્રથમ CMને 20 લાખની વગર વ્યાજની લોન આપી દેનાર મહાજન

#Column: Saurashtraના પ્રથમ CMને 20 લાખની વગર વ્યાજની લોન આપી દેનાર મહાજન

0
135

જરૂર પડ્યે રાજ્યની પડખે ઊભું રહે તે મહાજન – જય નારાયણ વ્યાસ

સરકારની રાજ્યવ્યવસ્થા ચલાવવા માટે આવકના સાધનો ઊભા કરવાનું સરકાર પોતે જ નક્કી કરી લેતી હોય છે. એ કરવેરા હોય, જાહેર દેવું હોય કે અન્ય આવક, પણ સૌરાષ્ટ્ર (Saurashtra)રાજ્યની સ્થાપનાની શરૂઆતના તબક્કામાં સરકાર હજુ પોતાના નાણાકીય સાધનોની વ્યવસ્થા ગોઠવી રહી હતી અને ત્યારે એ વખતના ખરચાને પહોંચી વળવા સ્વાભાવિક રીતે જ સરકાર પાસે નાણાકીય સાધનો હાથવગા નહોતા.

તે પરિસ્થિતિનું સૌરાષ્ટ્ર (Saurashtra) રાજ્યના પ્રથમ મુખ્યમંત્રીશ્રી ઉછરંગરાય ઢેબરની ચાણક્ય બુદ્ધિ તેમજ વ્યક્તિગત શાખ અને એકવાક્યતાને કારણે કઈ રીતે ઉકેલ કરાયો તેની વાત શ્રી ઢેબરભાઈની આત્મકથા “એક જીવનકથા”ના પાન નંબર199-200પર કંઇક આ રીતે ઉલ્લેખાયો છે.

આ પણ વાંચોઃ#column: નશાના રવાડે ચઢ્યા બાદ જાંબાજ તરવૈયા Phelpsની સાહસિક કથા

વિધાનસભામાં પ્રશ્ન પુછાયો- વ્યાજનો દર શું છે?

સૌરાષ્ટ્ર (Saurashtra)વિધાનસભાનું 1952 વર્ષનું દ્વિતીય સત્ર 16અને 17 જૂન, બે દિવસ માટે મળ્યું ત્યારે માર્ચ-એપ્રિલના સત્રમાં રજૂ થયેલા અંદાજપત્ર ઉપરની પ્રશ્નોત્તરીની ચર્ચા થઈ. પ્રશ્નોત્તરીમાં જશવંત મહેતાએ નાણામંત્રીને સંબોધેલો સવાલ હતો કે “1948ની સાલમાં શ્રી નાનજી કાલિદાસ શેઠ પાસેથી સૌરાષ્ટ્ર સરકારે 20 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા? તે હકીકત સાચી છે? વ્યાજનો દર શું ઠરાવ્યો હતો?”

વિત્તમંત્રી મનુભાઈ સાહેબે જવાબમાં કહ્યું કે “એકમ રચાયું ત્યારે નાણાકીય વહીવટ, વસુલાત અને રકમોની ચુકવણીનું કામ નવી સરકારના હાથમાં ખુલ્લી રીતે આવ્યું ન હતું. એટલા માટે તાત્કાલિક નાણાકીય જરૂરિયાતો પૂરી પાડવા સરકારે શ્રી નાનજીભાઈ કાલિદાસ પાસેથી ફેબ્રુઆરી 1948માં રૂપિયા 20 લાખની લોન લીધી હતી. તે લોન 5મી જુલાઈ1948ના રોજ પાછી ભરપાઈ કરી દેવામાં આવી હતી. આ લોન ઉપર કાંઈ પણ વ્યાજ આપવું પડ્યું નથી.

આ પણ વાંચોઃ #Column: કાયદા માટે સૌ સરખા, પછી તે મહાત્મા ગાંધી કેમ ના હોય!

રાષ્ટ્રની લોકશાહી સરકારની પ્રતિજ્ઞા હતી કે…

અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે નવું રાજ્ય થયું ત્યારે દેશમાં અને પ્રદેશમાં અન્નની અત્યંત ઘેરી તંગી પ્રવર્તતી હતી. સૌરાષ્ટ્ર (Saurashtra)ની લોકશાહી સરકારની પ્રતિજ્ઞા હતી કે અનાજના અભાવે કોઈ પણ નાગરિકને ભૂખમરો વેઠવો નહીં પડે. રાજ્યોની તિજોરીઓનો કબજો હજુ મળ્યો ન હતો. અને પંજાબથી અન્નની ભારખાના ગાડી નીકળી ચૂકી હતી. તેની કિંમત ચૂકવવા સરકારી તિજોરીમાં નાણા ન હતા.

ઘણા વર્ષોથી આફ્રિકામાં વસતા અને ત્યાંની કમાણીમાંથી અત્યંત માતબર બનેલા પોરબંદરના શાહ સોદાગર નાનજી કાલિદાસ મહેતા પાસેથી ઉછરંગરાય ઢેબરે રૂપિયા 20 લાખની કામચલાઉ લોનની ગોઠવણ કરી.

એ લોનવ્યવહારમાંથી બે વાત ફલિત થાય છે –

“એક તો એ કે સૌરાષ્ટ્ર (Saurashtra)માં એવા શાહ સોદાગરો હતા કે જે પ્રજાના સુખમાં ઉપયોગી થવા પોતાની શક્તિ વાપરવા તૈયાર હતા. અને બીજું એ કે ઢેબરભાઈના શબ્દો ઉપર જેણે એવડી મોટી રકમની લોન વગર વ્યાજે અને તે પણ વગર જામીનગીરીએ આપી તે લેણદારની ઢેબરભાઈ પરની શ્રદ્ધા અને ભક્તિનો પુરાવો.”

આ પણ વાંચોઃ #column: કુશળ વહીવટકર્તા સર પ્રભાશંકર પટણીના જીવનનો પ્રસંગઃ મા તે મા….