Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: તુલસીદાસજીએ Saint Rahimjiની મહાનતાના કર્યા હતા વખાણ

#Column: તુલસીદાસજીએ Saint Rahimjiની મહાનતાના કર્યા હતા વખાણ

0
379

સબ કે દાતા રામ-જય નારાયણ વ્યાસ

એવું કહેવાય છે કે સંત રહીમજી (Saint Rahimji)જ્યારે પણ કોઈને મદદરૂપ થવા માટે કંઈક આપે ત્યારે પોતાની આંખોના પોપચાં ઢાળી દેતા, જેથી એ કોને મદદ કરી રહ્યા છે તે દેખાય નહીં અને પેલી વ્યક્તિએ એમની શરમ ભરવી ન પડે.

આ વાત સંત તુલસીદાસજીના ધ્યાનમાં આવી. એમણે રહીમજીને પોતે રચેલી નીચેની પંક્તિઓ મોકલી આપી જેમાં રહીમજીની મહાનતાનાં વખાણ હતાં. આ પંક્તિઓ હતી –

“ऐसी देनी देंनज्यूँ,
कित सीखे हो सैन;
जयोंज्यों कर ऊंच्यो करो,
त्योंत्यों निचे नैन”

આનો અર્થ થાય, “હે મહાન વ્યક્તિ, દાન કરવાની આવી અદભુત રીત આપ ક્યાંથી શીખ્યા છો? જેમ જેમ તમારો હાથ (દાન કરવા માટે) ઉપર ઊઠે છે તેમ તેમ તમારી દૃષ્ટિ નીચે ઢળતી જાય છે.”

આ પણ વાંચોઃ

રહીમજી (Saint Rahimji)એ તુલસીદાસજીની આ પંક્તિઓનો નીચે પ્રમાણે જવાબ આપ્યો.

“देनहार कोई और है,
भेजत जो दिन रैन;
लोग भरम हम पर करे,
तासो निचे नैन”

અર્થ થાય – આપવાવાળો તો કોઈ બીજો છે (એટલે કે આપવાવાળો તો સર્વશક્તિમાન ઈશ્વર છે) જે દિવસ અને રાત આપ્યા જ કરે છે. દુનિયા એવા ખોટા ભ્રમમાં છે કે હું આપું છું!

આ કારણથી હું ક્ષોભ અનુભવીને મારી દૃષ્ટિ નીચે ઢાળી દઉં છું.

કેટલી નમ્રતા!

ઈશ્વર જો બે વસ્તુ તમને આપે તો જ તમે એ બેમાંથી એક કોઈકને આપી શકો છો. પહેલી વસ્તુ છે દાન કરવા માટે ક્ષમતા અને સંપત્તિ. અને એથીય વધુ અગત્યની વસ્તુ સદબુદ્ધિ. દાન આપનાર જો આ સંપત્તિ ઇશ્વરની આપેલી દેન છે અને પોતે તો માત્ર નિમિત્ત છે એવું માને તો જ એ દાન એને ફળે છે.

બાકી તમે ઈશ્વરના એ આશીર્વાદ પોતાનું નામ વધારવા માટે ક્યાંક તકતી મૂકાવીને અથવા ક્યાંક પોતાના પરિચયમાં ‘ભામાશા’ અથવા ‘દાનવીર’ શબ્દોનો ઉપયોગ થવા દઈને એ ઈશ્વર કૃપાનો ચેક વટાવી નાખો છો તો પછી હરિ હરિ. Saint Rahimji news

આ પણ વાંચોઃ

સંત મલૂકાજીએ સાચું કહ્યું છે –

अजगर करे ना चाकरी पंछी करे ना काम,
दास मलूका कह गए सब के दाता राम