Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: ‘ચોર કી દાઢી મેં તિનકા’ કહેવત ક્યારથી પડી

#Column: ‘ચોર કી દાઢી મેં તિનકા’ કહેવત ક્યારથી પડી

0
643

ચોરીનાં હાંડલાં ક્યારેય શીંકે ચડતા નથી- જય નારાયણ વ્યાસ column jay narayan vyas

નાનો મોટો કોઈપણ ગુનો કરનાર વ્યક્તિ બહાર ભલે સ્વસ્થ દેખાતો હોય અંદરખાને અસલામતીની ભાવનાથી પીડાતો હોય છે. ધ્યાનથી જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ માણસની વર્તણૂક સામાન્ય નથી હોતી. આ વાતને બહુ સરળ અને સરસ રીતે સમજાવતો એક નાનો પ્રસંગ બાળપણમાં મા કહેતી.

આ પણ વાંચોઃ #Column: Kasturbhaiને શા માટે 6 મહિનામાં જ છોડવી પડી હતી કોલેજ

પ્રસંગ બાદશાહ, બિરબલ અને સેવકો વચ્ચે નિરુપાયો છે.

વાત કાંઈક આમ છે –  column jay narayan vyas

બાદશાહ અકબરની વીંટી ગુમ થઈ ગઈ. ખૂબ શોધખોળ કરી પણ વીંટી મળી નહીં. તેમણે આ વાત બિરબલને કરી. બિરબલે સ્વાભાવિક રીતે જ પૂછ્યું, ‘હજુર, આપે વીંટી ક્યારે કાઢી હતી એ યાદ છે?’ અકબરે જવાબ આપ્યો, ‘કાલ સવારે પ્રાતઃકર્મ કરતાં પહેલાં એને કાઢીને કબાટમાં મૂકી હતી. હું પરવારીને પાછો આવ્યો ત્યારે વીંટી ત્યાં નહોતી.’

બિરબલે તરત કહ્યું, ‘જહાપનાહ, તો તો એક વાત નિશ્ચિત છે, આપની વીંટી ખોવાઈ નથી પણ એની ચોરી થઈ છે… અને આ કામ આપના આ ઓરડાની સાફસફાઈ કરનાર સેવકોનું જ હોય તેવી પૂરી શક્યતા છે.’

બિરબલની વાત સાંભળ્યા બાદ બાદશાહે બધા સેવકોને બોલાવ્યા. કુલ પાંચ સેવકો હતા અને પાંચેયને દાઢી હતી.

આ પણ વાંચોઃ # Column: ગુજરાતના રાજકારણમાં રક્ષાબંધનની તાકાતે એક મુખ્યમંત્રીની ગાદી બચાવી

બિરબલે આ લોકોને કહ્યું, ‘બાદશાહની વીંટી ચોરાઈ છે અને એમનું કહેવું છે કે એ વીંટી પેલા સામેવાળા કબાટમાં મૂકી હતી એટલે મારે એ કબાટને જ પૂછવું પડશે કે ખરો ચોર કોણ છે?’

આટલું કહી બિરબલ પેલા કબાટ પાસે ગયો અને એના ઉપર કાન લગાડી સાંભળવાનો પ્રયત્ન કરતો હોય એવો દેખાવ કર્યો. વળી પાછો થોડીવારમાં એણે એવો દેખાવ કર્યો કે જાણે કબાટે એને બધું જ કહી દીધું છે. ચહેરા પર સ્મિત ફરકાવતાં એણે કહ્યું, ‘કબાટે બધું જ કહી દીધું છે… ચોર મારાથી બચી નહીં શકે કારણકે ચોરની દાઢીમાં એક તણખલું છે.’

બિરબલની આ વાત સાંભળીને આ પાંચમાંથી એકે આડું જોઈને પોતાની દાઢી ઉપર હાથ ફેરવ્યો જાણે કે એ તણખલું શોધી રહ્યો હતો. બિરબલની ચકોર નજરે આ તરત પકડી પાડ્યું. એણે તરત પેલી વ્યક્તિ જેણે દાઢી ઉપર હાથ ફેરવ્યો હતો તેને ગિરફ્તાર કરવા માટેનો આદેશ કર્યો.

બિરબલ દ્વારા કડકાઈથી પૂછપરછ કરાતાં આ સેવકે પોતાનો અપરાધ કબૂલ કર્યો.

બાદશાહ અકબર પોતાની વીંટી પાછી મળી તેથી બેહદ ખુશ થયો.

આ ઘટના ઉપરથી કહેવત બની – column jay narayan vyasColumn

‘ચોર કી દાઢી મેં તિનકા’ column jay narayan vyas

આ પણ વાંચોઃ #Column: બાળકને બાળક જ રહેવા દો ને… પ્લીઝ

આમ જોઈએ તો ખૂબ નાની અને સરળ વાત છે. પણ માનસશાસ્ત્રનો એક મોટો સિદ્ધાંત ‘ગિલ્ટી માઈન્ડ ઓલવેઝ બાઈટ્સ’ અર્થ થાય કે જેણે ગુનો કર્યો છે તેનું મન ક્યાંક ને ક્યાંક એને ડંખે છે. બહારથી ભલે ગમે તેવો સ્વસ્થ દેખાય પણ મનમાં પેલી ગુનાહિત લાગણી અને પકડાઈ જવાનો ભય એને સતત સતાવે છે.

હળવાફૂલ રહેવું હોય તો પ્રમાણિકતાપૂર્વક જીવો.

ચોરીનાં હાંડલાં ક્યારેય શીંકે ચડતા નથી.  column jay narayan vyas