Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: આ વાંચતા વાંચતા જો આંખનો ખૂણો ભીનો થાય તો… તમે માણસ છો

#Column: આ વાંચતા વાંચતા જો આંખનો ખૂણો ભીનો થાય તો… તમે માણસ છો

0
469

વી કેન ઓલ મેક ડિફરન્સ – ડૉ. જય નારાયણ વ્યાસ

આપણે ધારીએ તો વોટ્સઅપ યુનિવર્સિટીના મહાસાગરમાં ડૂબકી મારતા ક્યારેક કલ્પનામાં પણ ન હોય તેવા પાણીદાર મોતી (Heart Touching Story)હાથ લાગે છે. આવું જ એક મોતી અહીં પ્રસ્તુત કરી રહ્યો છું. પ્રસંગ કંઈક આ પ્રમાણે છે.

આ સત્ય ઘટનાનું મુખ્ય પાત્ર મિલ્ડ્રેડ ઓનર ડેસ્મોઇન્ડસ (Mildred Honor Desmonds), આયોવા અમેરિકા ખાતે આવેલ પ્રાથમિક શાળાની સંગીત શિક્ષક છે.

પોતાની મર્યાદિત આવકમાં વધારો કરવા માટે તે નોકરી ઉપરાંતના ફાજલ સમયમાં પિયાનો શીખવાડવાનું કામ કરે છે. મિલ્ડ્રેડ પિયાનો શીખવવાનું કામ આજકાલ કરતાં લગભગ 30 વરસથી કરે છે.

આ વરસોમાં ઘણા વિદ્યાર્થીઓ એની પાસે પિયાનો શીખ્યા અને સારી મહારથ પણ પ્રાપ્ત કરી. દરેક વિદ્યાર્થીમાં સંગીત પ્રત્યેની જુદી જુદી ક્ષમતાઓ હોય છે એવું અનુભવે એને સમજાયું હતું.

કેટલાક અત્યંત ઊંચી સંગીત શીખવાની ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓને એણે સંગીત શીખવ્યું હતું. અને આમ છતાંય જેને અસાધારણ ક્ષમતા ધરાવતો અત્યંત કાબેલ કહી શકાય એવો કોઈ વિદ્યાર્થી હજુ સુધી એના પિયાનો ક્લાસમાંથી બહાર પડ્યો નહોતો.

આથી તદ્દન ઊલટું એને એક દિવસ રોબી નામનો વિદ્યાર્થી ભટકાયો. 11 વરસનો આ છોકરો એની મા જે એની એકમાત્ર પાલક (સિંગલ મધર) હતી તેને લઈને પિયાનો શીખવા માટે એના ક્લાસમાં જોડાયો.

આ પણ વાંચોઃ #Column: તુલસીદાસજીએ Saint Rahimjiની મહાનતાના કર્યા હતા વખાણ

મિલ્ડ્રેડ ઓનર નોંધે છે કે વિદ્યાર્થીઓ ખાસ કરીને છોકરાઓ નાની ઉંમરે એના ક્લાસમાં જોડાય એવો એનો આગ્રહ રહેતો જે એણે રોબીને પણ સમજાવ્યું.

સામે આ બાળકનો જવાબ હતો કે એને પિયાનો વગાડતો જોવાનું એની માનું સ્વપ્ન હતું એટલે એ પિયાનો વગાડવા શીખવા માંગતો હતો. એની વાત સાંભળ્યા બાદ પિયાનો ટીચરે એને ક્લાસમાં દાખલ કર્યો. Heart Touching Story

દર અઠવાડિયે એનો પાઠ પૂરો થાય એટલે એ હંમેશા કહેતો, ‘મારી મા મને એક દિવસ ચોક્કસ પિયાનો વગાડતા જોશે.’ જો કે પેલી પિયાનો ટીચરના મતે તો આ છોકરાની વાતમાં કોઈ દમ નહોતો.

સંગીત શીખવા પ્રત્યેની કોઈ ક્ષમતા લઈને એ જન્મ્યો જ નહોતો. આ પિયાનો ટીચર એની માને પણ દૂરથી જોતી જ્યારે તે રોબીને ક્લાસ માટે મૂકવા આવતી અથવા તો એની ખખડધજ જુની કારમાં એને લેવા આવતી.

એની મમ્મી કારમાં બેઠાં-બેઠાં જ હાથ હલાવી એનું અભિવાદન કરતી અને ચહેરા પર સ્મિત સાથે એની ભાવના વ્યક્ત કરતી પણ ક્યારેય એને મળવા માટે નહોતી આવતી. રોબી ‘મ્યુઝિકલી ચેલેન્જ્ડ’ વિદ્યાર્થી હતો.

જેમ સંગીતમાં જરાય રુચિ ન હોય તેને આપણે ઔરંગઝેબ કહીએ છીએ તે જ રીતે રોબી સંગીતનો ઔરંગઝેબ હતો તેમ કહીએ તો જરાય વાંધો ન આવે.

રોબી પિયાનો શીખવા આવતો ખરો પણ કંઈ ઝાઝું ઉકાળશે એવો પિયાનો ટીચરને ક્યારેય અહેસાસ નહોતો થતો.

એકાએક એક દિવસ રોબીએ ટ્યુશન છોડી દીધું અને પિયાનો શીખવા આવવાનું બંધ કરી દીધું. મિલ્ડ્રેડ ઓનર લખે છે કે, “મારા મનમાં થયું કે એને ફોન કરું. પણ પછી વિચાર્યું કે કદાચ પિયાનો શીખવાની એની ક્ષમતાને અભાવે કંટાળીને કે નિરાશ થઈને એણે આવવાનું છોડી દીધું હશે અને કોઈક બીજી પ્રવૃત્તિ તરફ વળી ગયો હશે.

આમ તો મને પણ અંતરમાંથી આનંદ થયો કે રોબીએ પિયાનો શીખવા આવવાનું છોડી દીધું કારણ કે એ સૌથી ડોબો વિદ્યાર્થી હતો અને બહાર મારા પિયાનો ક્લાસનો વિદ્યાર્થી છે એટલે વાત જ મારી અવળી પ્રસિદ્ધિ માટે કાફી હતી.”

ત્યારબાદ કેટલાક અઠવાડિયા પછી આ પિયાનો ટીચરે એના પૂર્વ વિદ્યાર્થીઓના ઘરે પિયાનો વગાડવાના એક કાર્યક્રમમાં જોડાવા નિમંત્રણ મોકલ્યું.

પિયાનો ટીચરને નવાઇ તો ત્યારે લાગી જ્યારે રોબીનો સામેથી જવાબ આવ્યો કે તે આ કાર્યક્રમમાં જોડાઈ શકે? મિલ્ડ્રેડે જવાબ આપ્યો કે આ સંગીત મેળાવડો ચાલુ વિદ્યાર્થીઓ માટે હતો અને રોબીએ ક્લાસ અધવચ્ચેથી છોડી દીધો હતો એટલે એ આમાં જોડાઈ શકે નહીં.

આ પણ વાંચોઃ #Column: ‘ચોર કી દાઢી મેં તિનકા’ કહેવત ક્યારથી પડી

જવાબમાં રોબીએ કહ્યું કે એની મા ખૂબ માંદી હતી અને એટલે એ એને પિયાનો ક્લાસ માટે મૂકવા આવી શકે તેમ નહોતી પણ રોબી ક્લાસમાં જે કંઈ શીખ્યો હતો તેની સતત પ્રેકટીસ કરતો હતો.

એણે પિયાનો ટીચરને વિનંતી કરી, “મને આ સંગીત મેળાવડામાં પિયાનો વગાડવો છે. પ્લીઝ ટીચર મને મંજૂરી આપો ને!” ગમે તે કારણ હોય પણ પિયાનો ટીચરે એને મંજૂરી આપી. એના મનમાં કોઈ અદ્રશ્ય શક્તિ જાણે કે કહી રહી હતી કે કોઈ જ વાંધો નહીં, બધું સમુંસૂતર પાર ઉતરશે.

આખરે પિયાનો સંગીત મેળાવડાની એ રાત આવી પહોંચી. જે લોકો પોતાનું પિયાનો વાદન પેશ કરવાના હતા તેમના મા-બાપ, સગા-સંબંધી અને મિત્રોથી હાઈસ્કૂલનું જિમ્નેશિયમ ખચોખચ ભરાઈ ગયું હતું.

પિયાનો ટીચરે રોબીને આ કાર્યક્રમમાં છેલ્લે રાખ્યો હતો અને એની આઈટમ પતે ત્યારબાદ પિયાનો ટીચર પોતે એક નાનીસી આઈટમ રજૂ કરી બધાનો આભાર માનવાના હતા.

આમ કરવાનું કારણ એ હતું કે રોબી પોતાની રજૂઆતમાં બરાબર પાર ન ઉતરે અને લોચો મારે તો ટીચર પોતે છેલ્લે પડદો પડે તે પહેલાં બધું સમુંસૂતર કરીને પોતાની આઈટમથી સારી છાપ પાછળ મૂકી શકે.

પિયાનો વાદનનો આખો કાર્યક્રમ બહુ સરસ રીતે પાર પડ્યો. આમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ સારી પ્રેક્ટિસ કરી હતી જેના કારણે બધાનો દેખાવ સુંદર ગયો. છેલ્લે રોબી સ્ટેજ પર આવ્યો. એનાં કપડાં ચોળાયેલાં હતાં અને માથાના વાળ જાણે કે વર્ષોથી ઓળાવ્યા ન હોય એ રીતનાં અસ્ત-વ્યસ્ત હતાં.

પેલી પિયાનો ટીચરના મનમાં પ્રશ્ન થયો કે આવા ખાસ પ્રસંગ માટે પણ આ છોકરો બધાની માફક તૈયાર થઈને કેમ નહીં આવ્યો હોય? એની માએ કમસેકમ આવા પ્રસંગે અસ્ત-વ્યસ્ત વાળ સાથે રજુ થવાને બદલે એ માથું ઓળીને આવે એટલું તો કરવું જોઈતું હતું.

આખરે આ સાંજ એના વિદ્યાર્થીઓ માટે એક ખાસ પ્રસંગ હતો જ્યારે તેઓ પોતાની કલાનું પ્રદર્શન કરવાના હતા.

પણ મિલ્ડ્રેડે કલ્પ્યું પણ નહીં હોય એવી આશ્ચર્યજનક ઘટનાઓ એની રાહ જોઈ રહી હતી. રોબી ધીરે ધીરે પિયાનો તરફ આગળ વધ્યો. પિયાનો બેન્ચને એણે બહાર ખેંચી અને જાહેર કર્યું કે એ મોઝાર્ટનું 21મા નંબરનું કોન્સોલ્ટ C Majorમાં વગાડશે. આગળ જે ઘટના બનવા જઈ રહી હતી તે માટે પેલી પિયાનો ટીચર જરાય તૈયાર નહોતી.

એ જે સાંભળી રહી હતી એ માટે એને પોતાના કાન પર વિશ્વાસ નહોતો બેસતો. રોબીની આંગળીઓ જાણે કે પિયાનોના કીબોર્ડ પર એકદમ હળવાશથી નૃત્ય કરી રહી હતી. એ ‘Pianissimo’ થી શરૂ કરી આગળ વધી રહ્યો હતો.

આ પણ વાંચોઃ #Column: Kasturbhaiને શા માટે 6 મહિનામાં જ છોડવી પડી હતી કોલેજ

રોબીની રજૂઆત અને સંગીતની માવજત અદ્ભુત હતી. મોઝાર્ટને આ આટલો નાનો બાળક આટલી સારી રીતે પોતાના પિયાનોમાં ઉતારીને રજૂ કરી શકે એ વાત જ માનવાની હજુ તેનું મન ના કહેતું હતું.

બરાબર સાડા છ મિનિટ અને રોબીએ એના પિયાનો વાદનની ચરમસીમા ‘Grand Crescendo’ સુધી લઈ જઈ પૂરી કરી. ખીચોખીચ ભરાયેલા હોલમાં બેઠેલ એકેએક વ્યક્તિ મંત્રમુગ્ધ હતી.

રોબીના પિયાનોવાદને બધાને પોતાની મોહિનીમાં જકડી લીધા હતા. જેવું એ પૂરું થયું કે સૌએ પોતપોતાની જગ્યાએ ઊભા થઈને તાળીઓના નાદથી રોબીને વધાવી લીધો.

રોબીની રજૂઆતથી અત્યંત પ્રભાવિત અને આનંદમગ્ન થઈ પિયાનો ટીચર એની પાસે દોડી ગઈ અને એને ભેટી પડતાં એણે કહ્યું,

“રોબી, મેં તને આવું અદભૂત વગાડતો ક્યારેય નથી સાંભળ્યો. આ શું જાદુ કર્યું તે?”

બાજુમાં પડેલા માઇક્રોફોનમાંથી રોબી જવાબ આપી રહ્યો હતો, Heart Touching Story

“મિસ ઓનર, તમને યાદ છે મેં કહ્યું હતું કે મારી મા માંદી છે? ખેર! એને કેન્સર હતું અને આજે સવારે જ એનો દેહાંત થયો. અને સાંભળો… એ જન્મથી જ બહેરી હતી. એટલે આ આજની રાતે એના આત્માએ પહેલીવાર મારું નામ સાંભળ્યું હશે અને એટલે મારે એને અતિ ખાસ બનાવવું હતું.”

એ સાંજે ઓડિટોરિયમમાં એક પણ આંખ કોરી નહોતી. અમેરિકાની સરકારના સોશિયલ સર્વિસીસ વિભાગના વ્યક્તિઓ એને ‘forster care’ એટલે કે બાળ સંરક્ષણ ગૃહમાં મુકવા માટે લઈ જવા સ્ટેજ પર આવ્યા.

પિયાનો ટીચરે જોયું કે એમની આંખો પણ રડીને સૂઝી ગઈ હતી. મિલ્ડ્રેડ ઓનર પોતાની જાતને ઉદ્દેશીને કહે છે કે “રોબીને મારા વિદ્યાર્થી તરીકે લઈને મારી જિંદગી કેટલી ધનવાન બની ગઈ.

આ પણ વાંચોઃ # Column: ગુજરાતના રાજકારણમાં રક્ષાબંધનની તાકાતે એક મુખ્યમંત્રીની ગાદી બચાવી

મારામાં કોઈ અતિ વિચક્ષણ શક્તિઓ નહોતી પણ તે રાત્રે હું જાણે કે ‘Prodigy’ બની ગઈ. Heart Touching Story

આ રાત્રે ઊંઘું બની રહ્યું હતું. રોબી મારો શિક્ષક બની ગયો હતો અને હું એની વિદ્યાર્થિની. મને એ રાત્રે લાગણી અને પ્રેમ, પોતાની ધ્યેયપ્રાપ્તિ માટેનો અડગ નિર્ધાર અને પોતાની જાતમાં શ્રદ્ધા અને ક્યારેક કોઈક વ્યક્તિના ઉપર વિશ્વાસ રાખીને તમે લીધેલું જોખમ શું પરિણામ લાવી શકે તેની કલ્પના કરી શકાતી નથી.

આ આખીય ઘટનાનો સારતત્વ છે – વી કેન ઓલ મેક ડિફરન્સ – આપણે બધા જ પરિસ્થિતિને બદલવા માટે સક્ષમ છીએ. આપણા દરેકનો જન્મ કોઈ વિશિષ્ટ કાર્ય માટે થયો છે. ઈશ્વરને આપણને આ દુનિયામાં મોકલવા માટેનું કોઈ કારણ ના હોત તો આપણે આ દુનિયામાં આવી પડ્યા ન હોત. માટે –

  • Live simply – સાદાઈથી જીવો
  • Love generously – ઉદાર દિલે લાગણી અથવા પ્રેમ આપો
  • Care deeply – કોઈની પણ કાળજી ગહેરાઈથી કરો
  • Speak kindly – દયાભાવના અને પ્રેમ સાથે માયાળુ શબ્દો બોલો

આ Heart Touching Story વાંચતાં વાંચતાં જો આંખનો ખૂણો ભીનો થાય તો…
તમે માણસ છો.

May God bless you. ઈશ્વર તમારું કલ્યાણ કરો.

સૌજન્ય : પ્રો. પ્રદ્યુમનભાઈ દરજી, વડોદરા