આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહેશે Cold wave in Gujarat
અમદાવાદ: રાજ્યમાં ઠંડીનું જોર ફરી વધ્યુ છે. શીતલહેરના કારણે ઠંડીમાં વધારો થયો છે. અમદાવાદમાં આજે વહેલી સવારે વાતાવરણમાં ધૂમ્મસભર્યાં વાતાવરણથી હિલ સ્ટેશન જેવો માહોલ રહ્યો હતો. હવામાનની આગાહી મુજબ હજુ બેથી ત્રણ દિવસ ઠંડી રહેશે. રાત્રે તાપડું કરીને જ્યારે સવારે કસરત કરી લોકો ઠંડીની મજા માણતા પણ નજરે પડ્યા હતા. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં લોકો કસરત અને જોગિંગ કરવા માટે ઉમટી પડ્યા હતા. Cold wave in Gujarat
અમદાવાદમાં આજે વહેલી સવારે ધૂમ્મસભર્યું વાતાવરણ સર્જાયો હતો હતો. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યભરમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. અમદાવાદમાં 31.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.1 ડિગ્રીનો વધારો જ્યારે 13.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.3 ડિગ્રીનો વધારો થયો હતો. જ્યારે દિવસ દરમિયાન સાધારણ ગરમી અનુભવાશે. Cold wave in Gujarat
આ પણ વાંચો: ટેસ્લાના ગુજરાત આગમનની વાતથી ‘ડ્રેગન’ ડર્યું, ગ્લોબલ ટાઈમ્સમાં બળાપો ઠાલવ્યો
આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરેલી છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન પ્રમાણે અમદાવાદમાં 31 જાન્યુઆરી સુધી ઠંડીનો ચમકારો રહી શકે છે. Cold wave in Gujarat