ગાંધીનગર: ઉત્તર ભારતના હિમાલયમાં હિમવર્ષા અને બર્ફીલા પવનોને કારણે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ લઘુતમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં સીઝનનું સૌથી ઓછુ 4.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. રાજ્યના 4 શહેરોમાં પણ 11 ડિગ્રી કરતા ઓછુ તાપમાન જોવા મળ્યુ હતુ. ઉત્તર ગુજરાતમાં ડીસાને બાદ કરતા 4 શહેરોમાં ઠંડીનો પારો 11 ડિગ્રીની નીચે રહ્યો હતો. રાજ્યમાં 24 કલાક હજુ પણ કાતિલ ઠંડી પડવાની આગાહી છે.
Advertisement
Advertisement
16 કિમીની ઝડપે પવન ફૂંકાતા તાપમાન ઘટ્યુ
ઉત્તર પૂર્વીય ઠંડા પવનોની અસરથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડીને 8થી 16 ડિગ્રી વચ્ચે નોંધાતા રાજ્યમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. અમદાવાદમાં દિવસ દરમિયાન ચાલુ રહેલા 15થી 16 કિલોમીટરની ગતિના પવનથી લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહ્યાં બાદ ઠંડીમાં સામાન્ય ઘટાડો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદમાં ઠંડા પવનોનું જોર વધ્યુ હતુ. અમદાવાદમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી ગગડીને 24.1 ડિગ્રી અને લઘુતમ તાપમાન દોઢ ડિગ્રી ગગડીને 12.1 ડિગ્રી પહોચ્યુ હતુ.
ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડી
પાટણમાં 9.5 ડિગ્રી, હિંમતનગરમાં 10.7 ડિગ્રી સિઝનનું સૌથી નીચું તાપમાન રહ્યુ હતુ. મહેસાણામાં ઠંડીનો પારો સવા ડિગ્રી જેટલો ઘટીને 10.4 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે મોડાસામાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. ડીસામાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
ક્યા કેટલી ઠંડી
શહેરનું નામ | ઠંડીનું પ્રમાણ |
નલિયા | 8.1 ડિગ્રી |
ગાંધીનગર | 10.5 ડિગ્રી |
ડીસા | 10.6 ડિગ્રી |
અમદાવાદ | 12.1 ડિગ્રી |
ભૂજ | 11.2 ડિગ્રી |
વડોદરા | 11.6 ડિગ્રી |
રાજકોટ | 12.5 ડિગ્રી |
અમરેલી | 13 ડિગ્રી |
Advertisement