Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, હજું બે દિવસ પડશે હાડ થિજવતી ઠંડી

રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, હજું બે દિવસ પડશે હાડ થિજવતી ઠંડી

0
275

અમદાવાદ : સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરનાં કારણે હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીનો પારો ગગડવાની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે. રાજ્યનાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પર રહેશે. આજ પ્રમાણે રાજ્યના વિવિધ શહેરોના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. જેને પરિણામે આજે અમદાવાદનાં પ્રહલાદનગર ગાર્ડનમાં પણ કસરત કરતા લોકોની સંખ્યા ઓછી જોવા મળી હતી. તો કેટલાક લોકો ઠંડી મોર્નિંગ વોક કરતા નજરે પડ્યા હતા.

 બે દિવસ પડશે હજું ઠંડી

ઉત્તરાયણ પછી એટલે આજથી ઠંડીના ચમકારામાં વધારો થયો છે. આગામી દિવસ સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ઠંડીમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીના ચમકારામાં વધારો થયો છે. આગામી બે દિવસ બાદ ઠંડી ઘટશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે રવિવાર સુધી રાજ્યનું લઘુત્તમ તાપમાન 6-10 ડિગ્રીની આસપાસ રહેવાનું છે. સોમવારે સૌરાષ્ટ્ર અને કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં થયેલા વરસાદના કારણે અહીં ઠંડીનું પ્રમાણ વધારે અનુભવાઈ રહ્યું છે.

ગઈકાલ સાંજના 5 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો નલિયા 6.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. આ સિવાય અન્ય શહેરોના લઘુત્તમ તાપમાન પર નજર કરીએ તો ભુજ 9.2, ડિસા 9.4, રાજકોટ 12, કેશોદ-જૂનાગઢ 11.2, ગાંધીનગર 11.8 અને અમદાવાદ 12.8 નોંધાયું છે. આગામી પાંચ દિવસના હવામાન પર નજર કરીએ તો રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત છે.

VIDEO: બળાત્કારી નિત્યાનંદ પર ઓળઘોળ અમદાવાદી રશ્મી શાહે કહ્યુ, ‘I Love You..!’