Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > શું તમે કૉફી પીવો છો? તો આ ખબર તમારા માટે

શું તમે કૉફી પીવો છો? તો આ ખબર તમારા માટે

0
490

જો તમે કોફી પીતા હોવ તો આ અહેવાલ તમારા માટે ખૂબ જ જરૂરી છે. મોટાભાગના લોકો માથાનો દુખાવો દૂર કરવા અથવા કંટાળો દૂર કરીને મૂડ બનાવવા માટે કોફી પીવે છે. આ સિવાય અનેક લોકો એવા પણ હોય છે કે, જેમને કોફી પીવાની આદત હોય છે, પરંતું શું તમે જાણો છો? કોફી પીવાથી અનેક ફાયદા પણ થાય છે.

વહેલી સવારે કોફી પીવી સારી બાબત છે, આ ઉપરાંત કૉફી પ્રેસ્ટેટ કેન્સરને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત રોગ પ્રતિરોધક શક્તિ પણ વધે છે.

એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, કોફીના પીનાર કરતા એક કે બે કપ કોફી પીનાર લોકોને હ્રદય સાથે સબંધિત પરેશાનીને પગલે મરવાની આશંકા 20 ટકા ઓછી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો. કોફી હાર્ટ એટેક બાદ હ્રદયને મજબૂત રાખવાનું કામ કરી છે, જેના કારણે બીજી વખત હાર્ટ એટેકની આશંકા ઓછી થઈ જાય છે. જો કે શોધકર્તાઓએ ચેતવણી પણ આપી છે કે, કોફીને મર્યાદિત પ્રમાણમાં જે લેવી ફાયદાકારક છે.

આ ઉપરાંત અન્ય રિસર્ચમાં જાપાનના કનાજાવા વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકો કહવિઓલ એસિટેટ અને કૈફેસ્ટેલ નામના તત્વોની ઓળખ કરી છે, જે પ્રોસ્ટેટ કેન્સરની વૃદ્ધિ અટકાવી શકે છે. આ બન્ને તત્વો હાઈડ્રોકાર્બનના બનેલા છે, જે કુદરતી રૂપે કોફીમાંથી પ્રાપ્ત થઈ શકે છે.