Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સીએનજી ગેસ પણ વિકાસના પંથે, 2.50 રૂપિયાની કરી તરક્કી

સીએનજી ગેસ પણ વિકાસના પંથે, 2.50 રૂપિયાની કરી તરક્કી

0
1

નવા વર્ષે રાહતના સમાચાર ઓછા અને શોક આપતા સમાચાર વધારે પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. નવા વર્ષના પ્રથમ દિવસે સીએનજી વાહન ચાલકોને ઝટકો લાગ્યો છે. સીએનજી ગેસ વિતરણ કંપનીઓમાંથી અદાણી ગેસ તરફથી ભાવમાં પ્રતિ કિલોગ્રામ 2.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

સીએનજીના ભાવ વધારાનો પહેલાથી જ રિક્ષા ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે ફરીથી ભાવ વધારો થયો છે ત્યારે ફરી ભાવ વધારાનો વિરોધ ઉઠી શકે છે. અમદાવાદમાં ભાવ વધારા પહેલા એક કિલોગ્રામ સીએનજીની કિંમત 67.59 રૂપિયા હતી.

હવે તેમાં 2.50 રૂપિયાનો વધારો થતાં અમદાવાદમાં નવો ભાવ 70.09 રૂપિયા થઈ ગયો છે. આ જ રીતે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ નવા વર્ષના પ્રથમ દિવસે કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે, તો પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સ્થિત રહ્યા છે.

મોદી સરકારમાં મોંઘવારીએ માંઝા મૂકી છે. પેટ્રોલ-ડીઝલની સાથે-સાથે સીએનજી ગેસના ભાવમાં પણ પ્રતિદિવસ અથાગ વધારો થઈ રહ્યો છે. તે ઉપરાંત પણ ખાદ્ય ચીજ-વસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યાં છે. દેશવાસીઓની આવકની સામે મોંઘવારીએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે. જોકે, મોંઘવારીને ડામવા માટે મોદી સરકાર તરફથી એક પણ પગલું ભરવામાં આવી રહ્યું નથી. દેશને રામ ભરોસે અને વ્યાપારીઓના હાથમાં સોંપી દેવામાં આવ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat