Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > પેટ્રોલ-ડીઝલના હાઇ રેટ વચ્ચે CNG-PNG ફરીથી મોંઘુ, 8 મહિનામાં 5 વખત ગેસના ભાવ વધ્યા

પેટ્રોલ-ડીઝલના હાઇ રેટ વચ્ચે CNG-PNG ફરીથી મોંઘુ, 8 મહિનામાં 5 વખત ગેસના ભાવ વધ્યા

0
48

ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે એક વખત ફરીથી સીએનજી અને પીએનજીના ભાવ વધારી દીધા છે. 10 દિવસમાં આ બીજી વખત છે જ્યારે ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમત 13 ઓક્ટોબર એટલે આજથી જ લાગું થઈ રહી છે. આનાથી પહેલા 2 ઓક્ટોબરે કિંમત વધારવામાં આવી હતી. જ્યારે આ વર્ષમાં પાંચમી વખત છે જ્યારે સીએનજી અને પીએનજીની કિંમતમાં વધારો થયો છે.

ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ અનુસાર, સીએનજી અને પીએનજી બે રૂપિયાથી વધારે મોંઘો થઈ ચૂક્યો છે. રાજધાની દિલ્હીમાં આજથી સીએનજી 49.76 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજી 35.11 રૂપિયા પ્રતિ એસસીએમની કિંમત પર મળશે. જ્યારે ગુજરાતમાં સીએનજીની કિંમત વધીને 54.45 પૈસા પર પહોંચી ગઈ છે.

નોએડા, ગ્રેટર નોએડા અને ગાજિયાબાદમાં સીએનજી 56.02 રૂપિયા પ્રતિ કિલો અને ગુરૂગ્રામમાં 58.20 રૂપિયા પ્રતિ કિલોની હિસાબથી મળશે. જ્યારે પીએનજીની વાત કરીએ તો નોએડા, ગ્રેટર નોએડા અને ગાજિયાબાદમાં પ્રતિ એસસીએમની કિંમત 34.86 રૂપિયા અને ગુરૂગ્રામમાં 33.31 રૂપિયા રહેશે.

પાછલા વર્ષે 4 ઓક્ટોબરે સીએનજી અને પીએનજીના ભાવ વધ્યા હતા. તે સમયે રાજધાની દિલ્હીમાં સીએનજીની કિંમત વધીને 42.70 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીની 27.50 રૂપિયા પ્રતિ એસસીએમ થઈ ગઈ હતી. દિલ્હી-એનસીઆરમાં મોટાભાગની ગાડીઓ, ટેક્સી અને ઓટો-બસ સીએનજી પર ચાલે છે. આઈજીએલ અનુસાર પેટ્રોલ-ડીઝલની સરખામણીમાં સીએનજી ખુબ જ સસ્તુ છે. સીએનજી પર ચાલનાર ગાડીઓની ઓપરેશનલ કોસ્ટ પેટ્રોલની સરખામણીમાં 66 ટકા અને ડીઝલની સરખામણીમાં 28 ટકા ઓછી હોય છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat