Gujarat Exclusive > આપણી જરૂરિયાત > મોંઘવારીનો ડબલ ડોઝ, ઘરેલુ ગેસ સિલિન્ડર બાદ CNG-PNGના ભાવ પણ વધ્યા

મોંઘવારીનો ડબલ ડોઝ, ઘરેલુ ગેસ સિલિન્ડર બાદ CNG-PNGના ભાવ પણ વધ્યા

0
200

નવી દિલ્હી: કોરોના સંકટ સામે ઝઝુમી રહેલા આમ આદમીના ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. આ મહિનાની શરૂઆતમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો. હવે CNG (Compressed Natural Gas) અને PNG (Piped Natural gas)ની કિંમત પણ વધી ગઇ છે. હવે સીએનજી પર ચાલનારી ગાડી અને પાઇપલાઇનથી ગેસ સપ્લાયવાળા ઘરોને તેની માટે વધારે પૈસા ચુકવવા પડશે.

મહત્વપૂર્ણ છે કે ગુરૂવારે દિલ્હી સહિત એનસીઆરમાં સીએનજીની કિંમત 90 પૈસા પ્રતિ કિલો વધારી દેવામાં આવી છે, બીજી તરફ પીએનજીની કિંમતમાં 1.25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

વધારા બાદ દિલ્હીમાં સીએનજીની રિટેલ કિંમત 43.40 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 44.30 પ્રતિ કિલોગ્રામ થઇ ગયુ છે. દિલ્હીમાં પીએનજીની કિંમત 29.66 રૂપિયા સ્ટેન્ડર્ડ ક્યૂબિક મીટર થઇ ગયુ છે.

આ સિવાય નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝીયાબાદમાં સીએનજીની કિંમત 49.08 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 49.98 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયુ છે. આ જિલ્લામાં પીએનજીની કિંમત વધીને 29.61 રૂપિયા પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટર થઇ ગયુ છે.

મહત્વપૂર્ણ છે કે, 1 જુલાઇથી દેશમાં કેટલીક વસ્તુના ભાવમાં વધારો થયો હતો. પેટ્રોલ-ડીઝલે તો લોકોના જીવવાનું મુશ્કેલ કરી દીધુ હતું, તે બાદ 1 જુલાઇથી એલપીજીની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. બીજી તરફ અમૂલ દૂધે પોતાના 2 રૂપિયા પ્રતિ પેકેટ કિંમત વધારવાનો નિર્ણય કર્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat