નવી દિલ્હીઃ શનિવારે CNG અને PNGના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે 1 ઓક્ટોબરથી કુદરતી ગેસના ભાવમાં 40 ટકાનો વધારો કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. છેલ્લા ચાર મહિનામાં પહેલીવાર CNGની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે PNG (પાઈપ્ડ ગેસ)ના ભાવમાં છેલ્લા બે મહિનામાં પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL)ની વેબસાઈટ પર પ્રસારિત થયેલી માહિતી અનુસાર, દિલ્હીમાં CNGની કિંમત રૂ. 75.61 પ્રતિ કિલોગ્રામથી વધીને રૂ. 78.61 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. PNGની કિંમત હવે રાષ્ટ્રીય રાજધાનીમાં 50.59 રૂપિયા પ્રતિ scm (સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર) થી વધીને 53.59 રૂપિયા પ્રતિ scm થઈ ગઈ છે. જણાવી દઈએ કે, અમદાવાદમાં સીએનજી ગેસનો ભાવ ₹83.9 રૂપિયા ચાલી રહ્યો છે.
7 માર્ચ, 2022 થી દિલ્હીમાં CNGના ભાવમાં 14 વખત પ્રતિ કિલો રૂ. 22.60નો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લી વખત 21 મેના રોજ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, એપ્રિલ 2021 થી અત્યાર સુધી દિલ્હીમાં CNGની કિંમતમાં પ્રતિ કિલોગ્રામ (લગભગ 80 ટકા) 35.21 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, જ્યારે પણ દિલ્હીમાં ભાવ વધારો કરવામાં આવે છે, ત્યારે આપો-આપ ગુજરાતમાં પણ સીએનજીના ભાવમાં ફેરફાર કરી દેવામાં આવે છે.
PNG વિશે વાત કરીએ તો ઓગસ્ટ 2021 થી અત્યાર સુધીમાં, તેની કિંમત દસ ગણી વધી છે. આ સમયગાળા દરમિયાન PNGની કિંમત SCM દીઠ રૂ. 29.93 (લગભગ 91 ટકા) વધારવામાં આવી છે.
Advertisement