Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > કોરોનાની અસર: એપ્રિલમાં 75 લાખ લોકોએ નોકરી ગુમાવી, દેશમાં બેરોજગારીનો દર 8% એ પહોંચ્યો

કોરોનાની અસર: એપ્રિલમાં 75 લાખ લોકોએ નોકરી ગુમાવી, દેશમાં બેરોજગારીનો દર 8% એ પહોંચ્યો

0
27

નવી દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર એક તરફ લોકોના જીવ લઈ રહી છે, તો બીજી તરફ લાખો લોકોની રોજી-રોટી છીનવી રહી છે. સેન્ટર ફૉર મૉનિટરિંગ ઈન્ડિયન ઈકૉનોમી (CMIE)ના જણાવ્યા અનુસાર, એપ્રિલના મહિનામાં દેશમાં 75 લાખથી વધુ લોકોએ નોકરી ગુમાવી છે. જેનું પરિણામ એ આવ્યું છે કે, દેશમાં બેરોજગારીનો દર 8 ટકાની નજીક પહોંચી ગયો છે. unemployment rate

CMIEના પ્રમુખ મહેશ વ્યાસના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં રોજગારના મોરચે દેશની સ્થિતિ વધુ વિકટ બનવાની આશંકા છે. CMIEના ડેટા અનુસાર, એપ્રિલ મહિનામાં સમગ્ર દેશની સરેરાસ બેરોજગારીનો દર 7.97 ટકા થઈ ગયો છે. જે 4 મહિનાના સૌથી ઉચ્ચ સ્તરે છે. અગાઉ માર્ચ મહિનામાં બેરોજગારીના દરની રાષ્ટ્રીય સરેરાશ 6.50 ટકા હતી. unemployment rate

શહેરી વિસ્તારોમાં તો સ્થિતિ વધારે ચિંતાજનક છે. જ્યાં એપ્રિલમાં બેરોજગારીનો દર 9.78 ટકા પર જઈ પહોંચ્યો છે. જેની સરખામણીએ ગામડાઓમાં સ્થિતિ થોડી ઓછી ખરાબ છે. જ્યાં બેરોજગારીનો દર 7.13 ટકા નોંધાયો છે. માર્ચ મહિનામાં શહેરી અને ગ્રામ્ય બન્ને વિસ્તારોની બેરોજગારીનો દર એપ્રિલની તુલનામાં ઓછો હતો.

કોરોના મહામાનીની બીજી લહેરના કારણે દેશના અનેક વિસ્તારોમાં લૉકડાઉન જેવી સ્થિતિ છે. આવા એરિયામાં માત્ર જરૂરી આર્થિક ગતિવિધિઓને જ મંજૂરી મળી છે, જ્યારે મોટાભાગના કામધંધા બંધ છે. જેના કારણે અર્થતંત્ર પર માઠી અસર પડી રહી છે. લાખો લોકોની નોકરીઓ જવાનું પણ આજ કારણ છે.

આ પણ વાંચો:  મહારાષ્ટ્ર-દિલ્હી બાદ હવે આ રાજ્યોએ વધારી ચિંતા, કોરોનાના કેસોમાં મોટો ઉછાળો unemployment rate

મહેશ વ્યાસનું કહેવું છે કે, કોરોનાની બીજી લહેરના પીક વિશે કશું કહીં શકાય તેમ નથી. જો કે એટલું ખરું છે કે, હાલની સ્થિતિના કારણે રોજગાર પર માઠી અસર થઈ છે. જેના કારણે ભવિષ્યમાં પણ બેરોજગારી સતત ઉંચા સ્તરે પહોંચી શકે છે. આ સાથે જ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.

આ બન્નેમાં એકસાથે ઘટાડો થવાનો ઈનકાર ના કરી શકાય, જે સૌથી ખરાબ સ્થિતિ હશે. જો કે વ્યાસે એ પણ કહ્યું કે, હજુ સ્થિતિ એટલી પણ ખરાબ નથી થઈ, જેટલી ગત વર્ષે લાગૂ કરવામાં આવેલા પ્રથમ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન થઈ હતી. તે સમયે બેરોજગારીનો દર 24 ટકા સુધી પહોંચ્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat