Gujarat Exclusive > રાજનીતિ > દુષ્કર્મ મામલે યોગીના મંત્રીનું વિવાદિત નિવેદન, VIDEO વાયરલ

દુષ્કર્મ મામલે યોગીના મંત્રીનું વિવાદિત નિવેદન, VIDEO વાયરલ

0
294

ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાંક દિવસોથી દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓના પગલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યની યોગી સરકારના એક મંત્રીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. એક તરફ કાનૂન વ્યવસ્થાને લઈને સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે, તો બીજી તરફ સરકારમાં સ્વતંત્ર પ્રભાર રાજ્યમંત્રી ઉપેન્દ્ર તિવારીએ દુષ્કર્મને લઈને નિવેદન આપતા વિવાદ ઉભો થયો છે અને લોકો આલોચના કરી રહ્યા છે.

શું છે મંત્રીનું નિવેદન

તિવારીના નિવેદનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું કે, દુષ્કર્મ (Rape)નું નેચર હોય છે. હવે કોઈ સગીર છોકરી હોય અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવે, તો આપણે તેને રેપ માનીશું. જો કે ક્યારેક સાંભળવા મળે છે કે, કોઈ પરણિત મહિલા હોય અને 30-35 વર્ષ પછી મામલો સામે આવે કે, તેમની સાથે રેપ થયો છે. આ પ્રકારની તમામ ઘટનાઓ હોય છે. અનેક એવા કિસ્સાઓ જોવા મળે છે, જેમાં કોઈ સગીરા છે અને તેનો 7-8 વર્ષ સુધી પ્રેમ સબંધ ચાલે છે. આજે તેઓ કહે છે કે, અમારી સાથે રેપ થયો.

CM ખુદ આવી ઘટનાઓ પર ધ્યાન રાખે

જે બાદ તેમણે વધુમાં જણાવ્યું કે, આવી ઘટનાઓ પ્રત્યે મુખ્યમંત્રી વિશેષ ધ્યાન રાખે છે અને વહિવટી તંત્રને આદેશ પણ આપે છે કે, જ્યાં આ પ્રકારના કિસ્સાઓ સામે આવે, ત્યાં કઠોર કાર્યવાહી કરો.

ફેફનાના ધારાસભ્ય

દેશભરમાં દરરોજ નાના બાળકીઓથી લઈને ઉમર લાયક સ્ત્રીઓ સાથે દુષ્કર્મની ઘટના સતત સામે આવી રહી છે. એવામાં ઉચ્ચ પદે બેઠેલા જવાબદાર નેતાઓ દ્વારા આવા પ્રકારના નિવેદનો સામે આવતા ગંભીર સવાલ ઉઠ્યા છે. જણાવી દઈએ કે, તિવારી બલિયા જિલ્લાના ફેફના વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.