Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > CMના પત્ની અંજલિ રૂપાણીએ લીધી કોરોના વૅક્સિન, ભાટની એપોલો હોસ્પિટલમાં મૂકાવી રસી

CMના પત્ની અંજલિ રૂપાણીએ લીધી કોરોના વૅક્સિન, ભાટની એપોલો હોસ્પિટલમાં મૂકાવી રસી

0
65

ગાંધીનગર: ગુજરાતના 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝનોને કોરોના વ‌ૅક્સિન આપવાના ત્રીજા તબક્કાનો આજથી આરંભ શરૂ થઈ ગયો છે, ત્યારે વહેલી સવારે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) કોરોનાની રસી લઈને લોકોને બેફિકર થઈને વૅક્સિન લેવા અપીલ કરી હતી. હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના (Gujarat CM Rupani) પત્ની અંજલિ રુપાણીએ (Anjali Rupani) પણ કોરોનાની રસી (Corona Vaccine) મૂકાવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, CM રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીએ (Anjali Rupani)  ગાંધીનગર નજીક આવેલ ભાટ ગામની એપોલો હોસ્પિટલમાં કોરોનાની વૅક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

આ પણ વાંચો:  ગુજરાતના 4 મહાનગરોની કોર્ટોમાં આજથી પ્રત્યક્ષ સુનાવણી, કોર્ટ સંકુલો સેનેટાઈઝ કરાયાં   Corona Vaccine

જણાવી દઈએ કે, આજથી કોરોના વૅક્સિનેશનના બીજા તબક્કાનો આરંભ થઈ ચૂક્યો છે. જેમાં 45 વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા અને 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝનોને રસી આપવામાં આવશે. આ માટે કોવિડ ટૂ પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ પર જઈને નોંધણી કરાવી શકાય છે.  Corona Vaccine

રાજ્યમાં આવા નાગરિકોની સંખ્યા 60 લાખથી વધુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Vijay Rupani) વૃદ્ધોને પોતાના ક્રમ પ્રમાણે વૅક્સિન મૂકાવવાનો આગ્રહ કર્યો છે. રાજ્યની 2195 સરકારી અને 536 ખાનગી હોસ્પિટલોમાં વૅક્સીનેશન કરવામાં આવશે. Corona Vaccine

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat