Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > CM રુપાણીએ મતદાન કરવા સરકારી હેલિકોપ્ટર વાપર્યુઃ કોંગ્રેસની ફરિયાદ

CM રુપાણીએ મતદાન કરવા સરકારી હેલિકોપ્ટર વાપર્યુઃ કોંગ્રેસની ફરિયાદ

0
30

કોંગ્રેસે અમદાવાદ સહિત ચૂંટણીમાં ગેરરીતિને લગતી અનેક ફરિયાદો નોંધાવી

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ મતદાન કરવા રોજકોટ જવા માટે સરકારી હેલિકોપ્ટર (CM voting helicopter) વાપર્યું હોવાની ફરિયાદ થઇ છે. કોંગ્રેસ સીએમના રાજકોટ પ્રવાસ સહિત ચૂંટણીઓમાં ગેરરીતિ સંબંધિત અનેક ફરિયાદ રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ મૂકી છે.

ગઇકાલે રવિવારે 6 મહાનગરોની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ માટે મતદાન થઇ ગયું. આમ તો મતદાન શાંતિપૂર્ણ રીતે પુરું થયું. પરંતુ કેટલાક મતદાન મથકોએ બોગસ મતદાન સહિત કેટલીક ગેરરીતિ આચરાઇ હોવાના અહેવાલો મળ્યા હતા.

આ પણ વાંચોઃ ચૂંટણી તંત્રની ચૂક કે EVM સાથે ચેડા? મતદાન મામલે કોંગ્રેસની ગંભીર ફરિયાદ

CM  અમદાવાદથી રાજકોટ એરએમ્બ્યુલનસમાં જવાના હતા

સીએમ વિજય રુપાણી છેલ્લા એક સપ્તાહથી યુએન મહેતા હોસ્પિટલ (CM voting helicopter)માં કોરોનાની સારવાર હેઠળ હતા. રવિવારે તેમનો બીજો રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ સાંજે 5 વાગ્યાની આસપાસ મતદાન આપવા માટે પોતાના ગૃહવતન રાજકોટ ગયા હતો. તેઓ એરએમ્બ્યુલન્સ જવાના હોવાના અહેવાલ હતા.

જ્યારે કોંગ્રેસે ચૂંટણી પંચને કરેલી ફરિયાદમાં જણાવ્યું કે,

“મુખ્યમંત્રી વિજય રુપાણી સરકારી માલિકીના હેલિકોપ્ટરમાં મતદાન આપવા માટે અમદાવાદથી રાજકોટ ગયા. મતાધિકારનો ઉપયોગ સરકાર કાર્યવાહીનો ભાગ નથી. પરંતુ અંગત અધિકાર છે. જેના માટે સીએમે સરકારી સંપત્તિ વાપરતા ગુજરાત સરકાર પર મોટુ આર્થિક ભારણ વધાર્યું. તે બાબત ગંભીર છે.”

હેલિકોપ્ટરનો ખર્ચ સીએમનો અંગત ખર્ચ ગણવા માગ

કોંગ્રેસે સરકારી હેલિકોપ્ટર અંગત કામ માટે વાપરાયું હોવાથી પંચ આ ખર્ચ ગુજરાત સરકારનો નહીં પણ સીએમનો અંગત ખર્ચ ગણવા પણ માગ કરી છે. ચૂંટણી દરમિયાન સરકારી સાધનોનો મોટાપાયે ઉપયોગ થતો હોવાનો આરોપ મૂકતા કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે

“ચૂંટણીમાં સરકારી નાણાનો ઉપયોગ ન થાય તે જોવાની ચૂંટણી પંચની ફરજ છે. તેથી હેલિકોપ્ટર (CM voting helicopter)નો ખર્ચ મુખ્યમંત્રી પાસેથી વસુલવો જોઇએ. આ નાણા વસુલ કરી સરકારી તિજોરીમાં જમા કરાવવો જોઇએ. ઉપરાંત મુખ્યમંત્રીએ સરકારી મશીનરી અંગત ઉપયોગ માટે વાપરી સત્તાનો દુરુપયોગ કર્યો હોવાથી તેની ચૂંટણી પંચે તપાસ કરી કાર્યવાહી કરવી જોઇએ.”

વોર્ડ નંબર 2ના કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણદત્ત રાવલે જણાવ્યું કે, આ મામલે અધિકારીઓને જાણકારી આપવામાં આવી હતી. આમ છતાં મતદાન ચાલુ રાખવામાં આવ્યું હતું. કોંગ્રેસના એક અન્ય નેતાએ જણાવ્યું કે, બૂથમાં કુલ 828 મત નાંખવામાં આવ્યા હતા. જ્યારે રજિસ્ટર મતોની સંખ્યા 827 જ હતી. આ સિવાય વોર્ડ નંબર 11 સ્થિત મતદાન મથકના રૂમ નંબર 4માં કોંગ્રેસ ઉમેદવાર પરેશ હરસોડાએ EVMમાં 6 નંબરનું બટન કામ નહીં કરતું હોવાની ફરિયાદ કરી હતી. 

આ પણ વાંચોઃ ગુજરાતની 6 મનપામાં 45.61% મતદાન, 2,276 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

વસ્ત્રાલની માધવ વિદ્યા વિહાર સ્કૂલમાં કોંગ્રેસના ઉમેદવાર આશિષ પટેલે પણ EVM સામે વાંધો ઉઠાવ્યો. કોંગ્રેસ નેતાએ EVMમાં ગરબડીની શંકા વ્યકત કરી હતી. વસ્ત્રાલ વોર્ડમાં આવેલ યુનાટેડ સ્કૂલમાં કોંગ્રેસ ઉમેદવાર આશિષ પટેલ જેમનો ક્રમાંક-2 છે. આ બટન દબાતું ના હોઈ સવારથી અત્યાર સુધી 297 મતદારોએ મતદાન કરેલ છે. આથી આશિષ પટેલે લેખિત ફરિયાદ કરી ફરી મતદાનની માંગણી કરેલ છે.  

કોંગ્રેસ ચૂંટણી પંચને કરેલીફરિયાદો

  • 1. સીએમ રુપાણીએ મતદાન કરવા સરકારી હેલિકોપ્ટર વાપર્યું.
  • 2.જુહાપુરા મકતમ પુરા ખાતેના એક મતદાન બુથમાં EVM ખોટકાયું.
  • 3. અસારવા બુથ નંબર 46માં પણ ઇવીએમ બંધ થયું.
  • 4. વટવામાં શીતલ ગૌરવ સ્કૂલ, ઘોડાસરમાં ઉમેદવાર એજન્ટને અટકાવાયા.
  • 5. વટવામાં બુથ નંબર 34-35માં મતદારોને મતદાન કરતા અટકાવાયા. કેન્દ્રની બહાર નાસીર ખાન અને તેના માથાભારે સાથીઓએ મતદારોને મતદાન કરતા અટકાવ્યા.
  • 6. વટવા બુથ નંબર 62થી 71માં પણ મતદારોને રોકવામાં આવ્યા. ત્યાં કેન્દ્રની બહાર નાસીકમુલ્લા અને મુન્નાભાઇ નામના બે માથાભારે તત્વોએ મતદારોને ધમકાવ્યા.
  • 7.લાંભા બૂથ નંબર 3માં ઇવીએમના બટનમાં ખામી સર્જાઇ.
  • 8. વેજલપુરમાં કોંગ્રેસના ઉમેદવારના ભાઇને ગેરકાયદે અટકાયત કરાઇ.
  • 9. ઠક્કર બાપા નગર બૂથ નંબર 47માં EVM મશીન બંધ પડી ગયું.
  • 10. વડોદરાના છાણી વિસ્તારમાં વોર્ડ નંબર-1માં EVMમાં ખામી સર્જાતા, અધિકારીઓએ મશીન રિપેરિંગની કામગીરી શરૂ કરી હતી. જેના પગલે 25 મિનિટ સુધી મતદાન પ્રક્રિયા ખોરવાઈ હતી.
   11. સુરતમાં વોર્ડ નંબર 7ના કેન્દ્રીય વિદ્યાલય ખાતેને પોલિંગ બૂથમાં EVM ખોટકાયું હતું. જેના પગલે થોડી વાર માટે મતદાન પ્રક્રિયા અટકી હતી.
   12.અમદાવાદના મકરબા વોર્ડ નંબર-12ની એ-વન સ્કૂલમાં EVM મશીન ખેટકાતા દોઢ કલાક વોટિંગ પ્રક્રિયા અટકી હતી

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat