Gujarat Exclusive > ગુજરાત > કોરોના વેક્સીનને લઇને CM રૂપાણીનું મોટુ નિવેદન, કેન્દ્ર સરકાર સાથે ગુજરાત

કોરોના વેક્સીનને લઇને CM રૂપાણીનું મોટુ નિવેદન, કેન્દ્ર સરકાર સાથે ગુજરાત

0
101

ગાંધીનગર: કોરોના વાયરસ વિરૂદ્ધ દેશભરમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશન અભિયાનની શરૂઆત થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રીઓ અને સાંસદોને બીજા તબક્કામાં કોરોનાની રસી આપવામાં આવશે. કોરોના રસીને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યુ છે. CM

બીજા તબક્કામાં કોરોના વેક્સીનેશનને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, “અમે પહેલા દિવસથી જ તૈયાર હતા પણ વડાપ્રધાને મુખ્યમંત્રીની કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યુ હતું કે જે લોકોએ કોરોના કાળમાં લોકોની સેવા કરી તેવા ડૉક્ટર, હેલ્થ વર્કર, અમુક લોકોએ આ મહામારીમાં પોતાના જીવ પણ ગુમાવ્યા છે, વેક્સીન પર પ્રથમ તેમનો અધિકાર છે. પહેલા તે વેક્સીન લે પછી બાકીનાનું નક્કી કરીશું. તો મુખ્યમંત્રી, મંત્રીઓ વેક્સીન ના લે એટલા માટે અમે લીધી નહતી. વડાપ્રધાને જાહેરાત કરી છે તો અમે સહર્ષ સ્વીકારીને આવકારીશું અને નક્કી થશે તે પ્રમાણે અવશ્ય વેક્સીન લઇશું. વેક્સીન સુરક્ષિત છે અને બધાએ વેક્સીન લેવી જોઇએ અને તો જ કોરોનાનો અંત આવશે.”

બીજા તબક્કામાં PM મોદી લેશે વેક્સીન

વેક્સીનેશનના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ મુખ્યમંત્રીઓને કોરોનાની રસી લગાવવામાં આવશે. બીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને વેક્સીન લગાવવામાં આવશે. વેક્સીનેશનનો બીજો ફેઝ માર્ચ અથવા એપ્રિલમાં શરૂ થઇ શકે છે. CM

આ પણ વાંચો: આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ રાજયના નાગરિકોની સારવાર પાછળ ગત વર્ષે ₹900 કરોડ ખર્ચ્યા

અત્યાર સુધી 8 લાખ લોકોને આપવામાં આવી કોરોનાની રસી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને જણાવ્યુ, “આપણા દેશમાં કાલ સુધી આશરે 8 લાખ લોકોને રસી આપવામાં આવી છે, જેમાં ગણતરીના લોકોને સાઇડ ઇફેક્ટ થઇ છે, જે સામાન્ય વેક્સીનમાં થાય છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9