Gujarat Exclusive > યુથ > મનોરંજન > CM ઉદ્ધવ પર ફરી વિફરી Kangana: કહ્યું- શરમાવો, તમે આ ખુરશીને લાયક નથી

CM ઉદ્ધવ પર ફરી વિફરી Kangana: કહ્યું- શરમાવો, તમે આ ખુરશીને લાયક નથી

0
68
  • હિમાચલને ગાંજાનો ગઢ ગણાવતા અભિનેત્રીએ કર્યા પ્રહાર
  • કંગનાએ કહ્યું- ઉદ્ધવ ઠાકરે ગંદા રાજકારણથી સત્તા મેળવી છે

મુંબઇઃ ટ્વીટર પર ઉશ્કેરણીજનક પોસ્ટ મામલે કેસમાં ફસાયેલી કંગના રણૌતે (Kangana) ફરી મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેને ફરી આડે હાથો લીધા. દશેરાના દિવસે ઉદ્ધવ ઠાકરેએ નામ લીધા વિના કંગના પર નિશાન સાધ્યું હતું. જેના જવાબમાં કંગનાઓ ઉદ્ધવ ઠાકરે પર સીધો પ્રહાર કરતા કહ્યું કે, શરમ આવવી જોઇએ, તમે તો એ (સીએમની) ખુરસીને લાયક નથી.

ઉદ્ધવ ઠાકરેએ રવિવારે દશેરાની રેલીમાં લોકોને સંબોધિત કરતા કંગના (Kangana)ના POKવાળા નિવેદનના સંદર્ભમાં કહ્યું હતું કે,

કેટલાક લોકો મુંબઇને ડ્રગ્સનું હબ બનાવી બદનામ કરી રહ્યા છે. એ લોકોને એ ખબર નથી કે ગાંજાની ખેતી છેવટે ક્યાં થાય છે? (ઉદ્ધવ ઠાકરેનો કંગનાના હોમ ટાઉન હિમાચલ પ્રદેશ તરફ ઇશારો હતો.)”

આ પણ વાંચોઃ

હવે સીએમના આ નિવેદનથી કંગના (Kangana)વિફરી છે. તેણે વળતો પ્રહાર કરતા ટ્વીટ કરી છે.

કંગનાએ ટ્ટીવ કરી કે,

“તમને પોતાના મુખ્યમંત્રી હોવા પર શરમ આવવી જોઇએ. એક લોકસેવક હોવાના નાતે તમે નીમ્નસ્તરના ઝઘડામાં સંડોવાયેલા છો. તમે તમારાથી અસંમત લોકો વિરુદ્વ બળપ્રયોગ કરી રહ્યા છો. તમે એ ખુરશીને લાયક નથી, જેણે તમે ગંદા રાજકારણથી મેળવી છે. શરમ આવવી જોઇએ.”

કંગના (Kangana)એ પછીની ટ્વીટમાં લખ્યું કે,

મુખ્યમંત્રી તમે નીચલાસ્તરની વ્યક્તિ છો. હિમાચલને દેવ ભૂમિ કહેવામાં આવે છે. અહીં વધુમાં વધુ મંદિરો છે અને ક્રાઇમ રેટ ઝીરો છે. હાં હિમાચલની જમીન બહુ ફળદ્રુપ છે. જ્યાં સફરજન, કીવી, દાડમ, સ્ટ્રોબેરી પાકે છે અને અહીં કંઇ પણ પાકી શકે છે.

આ પણ વાંચોઃ

નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપુત કેસમાં બહાર આવેલા ડ્રગ એન્ગલ મામલે ઉદ્ધવ ઠાકરેએ ટોણો મારતા કહ્યું હતું કે

“એક વર્તા ગઢવામાં આવી છે. જેમ મુંબઇ અને સમગ્ર મહારાષ્ટ્ર ડ્રગ હેવન છે. અહીં બધા ડ્રગ એડિક્ટ છે. જે લોકો આવું કહે છે. તેમના રાજ્યમાં જ સૌથી વધુ ગાંજાના ખેતર છે. લોકો રોજગાર મેળવવા અહીં આવે છે અને પછી મુંબઇને બદનામ કરે છે. તેઓ કહે છે કે મુંબઇ POK બની ગયું. આ તો વડાપ્રધાનનું અપામન થયું, કારણ કે તેમણે કહ્યું હતું કે પીઓકેને ભારતમાં મિલાવી લેશે. 6 વર્ષ થઇ ગયા.. તેથી આ તેમની નિષ્ફળતા છે.”