Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > CM રૂપાણીનો દાવો- ગુજરાતમાં એકપણ વ્યક્તિનું મોત ઓક્સિજનની અછતથી થયું નથી

CM રૂપાણીનો દાવો- ગુજરાતમાં એકપણ વ્યક્તિનું મોત ઓક્સિજનની અછતથી થયું નથી

0
46

કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછતથી એક પણ વ્યક્તિનું મોત ના થયાની માહિતી સંસદમાં આપ્યા પછી એક નવો વિવાદ સામે આવ્યો છે. હવે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ દાવો કર્યો છે કે, ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછતના કારણે એકપણ દર્દીનું મોત નથી થયું. આ સાથે એ પણ જણાવ્યું કે, હજુ કોરોના ગયો નથી અને ત્રીજી લહેરની સંભાવના છે. ત્યારે આગામી મહિનાઓમાં આવતા તહેવારોમાં યોજાતા મેળાને કદાચ મંજૂરી ન પણ મળી શકે. આ સાથે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માટે તેમણે જણાવ્યું કે, પ્રાથમિક શિક્ષણ ઓફલાઈન શરૂ કરવું કે નહીં તે અંગે પણ આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.

સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતમાં ઓક્સિજન ના પહોંચ્યો હોય અને દર્દીઓ મૃત્યુ પામ્યા હોય તેવો એકપણ બનાવ બન્યો નથી. વિપક્ષ લોકોને ભ્રમિત કરવા ખોટી વાતો ફેલાવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, સરકારે પૂરતી વ્યવસ્થા કરી હતી. કોરોનાની ત્રીજી લહેર આપણે ઇચ્છીયે કે આવે નહીં તે જોતા ભીડ એકત્ર ના થાય તે બાબત સરકારની પ્રાથમિકતા છે. આ સાથે સીએમ રૂપાણીએ જૂનાગઢની મુલાકાત લઇને જૂનાગઢના જાણીતા સ્થળોને સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ટૂરિઝમ વિકાસ અને સર્કિટને જોડવા અને પર્યટકો માટે સુવિધા વધારવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

ઓક્સિજનનાં કારણે કોરોનામાં એકપણ મોત નથી આ નિવેદન બાદ રાજકારણ ભારે ગરમાયું છે. વિરોધ પક્ષો આ નિવેદન પર અનેક પલટવાર કરી રહ્યાં છે. ત્યારે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યુ હતુ કે, સરકાર તરફથી સંસદમાં જે ઉત્તર આપવામાં આવ્યો છે તેમાં ત્રણ વાત સ્પષ્ટ છે. સ્વાસ્થ્ય એ રાજ્યોનો વિષય છે. કેન્દ્ર સરાકરે રાજ્યો દ્વારા જે ડેટા આપવામાં આવ્યા તે જ રજૂ કર્યા છે અને કોઈ પણ રાજ્યે ઓક્સિજનની કમીથી મોત થયુ હોવાનુ કહ્યુ ન હતુ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat