Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > CM રુપાણીએ કોરાના સંક્રમિત દર્દીઓના વીડિયો કોન્ફરન્સ મારફતે ખબર અંતર પુછ્યા

CM રુપાણીએ કોરાના સંક્રમિત દર્દીઓના વીડિયો કોન્ફરન્સ મારફતે ખબર અંતર પુછ્યા

0
45
  • અમદાવાદ, રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલના તબીબો અને CMએ વીડિયો કોન્ફરન્સ મારફતે સંવાદ કર્યો

  • હોસ્પિટલ વ્યવસ્થાપન અને દર્દીઓની કરવામાં આવી રહેલી સારવાર પધ્ધતિથી મુખ્યમંત્રીને વાકેફ કર્યા

  • પૂર્વ પોલીસ જવાન ચંદ્રબહાદૂર થાપા સાથે પણ મુખ્યમંત્રીએ સીધો સંવાદ કર્યો

ગાંધીનગર: ચેટીચાંદની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદ,રાજકોટ અને વડોદરાની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર અને કોરાના સંક્રમિત દર્દીઓ સાથે સંવાદ યોજ્યો હતો. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ
અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ખડેપગે રાઉન્ડ ઘ ક્લોક ફજાવી રહેલા તબીબો , નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ સાથે સીધો સંવાદ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી સાથે આ કોન્ફરન્સ મારફતે સંવાદ કરીને સિવિલ હોસ્પિટલની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો હતો. આ ઉપરાંત કોરોના ડેઝીગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમા કોરોના નોડલ તરીકે ફરજ બજાવતા ડૉ.કાર્તિકેય પરમાર કોરોના વોર્ડમાંથી સીઘા આ સંવાદમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ ડૉ. કાર્તિકેય પરમારને કોરોના હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સ્વાસ્થ્ય સ્થિતિ અને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ વિશેની વિસ્તૃત માહિતી મેળવી હતી. ડૉ. કાર્તિકેય પરમારે પણ કોરોના હોસ્પિટલના સમગ્રતયા વ્યવસ્થાપન અને દર્દીઓની કરવામાં આવી રહેલી સારવાર પધ્ધતિથી મુખ્યમંત્રી રૂપાણીને વાકેફ કર્યા હતા. તેઓએ સિવિલ હોસ્પિટલમાં વૈશ્વિક કક્ષાની સુપર સારવાર આપવામાં આવી રહી હોવાનું કહીને સરકાર દ્વારા જરૂરિયાત મુજબની તમામ સવલતો ત્વરીત ઉપલબ્ધ કરાવવા બદલ મુખ્યમંત્રી રૂપાણી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

કોરોનાની 1200 બેડ હોસ્પિટલના આઇ.સી.યુ. વોર્ડમાં સારવાર લઇ રહેલા પૂર્વ પોલીસ જવાન ચંદ્રબહાદૂર થાપા સાથે પણ મુખ્યમંત્રીએ સીધો સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ ચંદ્રકાંતભાઇ થાપાના ખબર અંતર પુછીને તેઓને મળી રહેલી સારવાર અંગેના તેમના પ્રતિભાવ તેમના શબ્દોમાં સાંભળ્યા હતા. કોરોનાગ્રસ્ત થયેલા ચંદ્રકાંત થાપાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર મળી રહી હોવાનું જણાવી, અંહીના તબીબો, નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફથી લઇ સફાઇકર્મીઓ ખૂબ જ સેવાભાવી હોવાનું કહ્યું હતું. તેઓએ અહીના સ્ટાફ મિત્રો દ્વારા તેમની રાખવામાં આવી રહેલી દેખરેખ અને તેમની સારવાર પધ્ધતિ વિશે મુખ્યમંત્રીને વિસ્તૃત માહિતી આપી સ્મિત સાથે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ વીડિયો કોન્ફરન્સમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, રાજકોટ અને વડોદરાના પદાધિકારીઓ- અધિકારીઓ તેમજ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, રાહત કમિશનર હર્ષદ પટેલ, અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી સહિત નિષ્ણાંત તબીબો જોડાયા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat