ગતરોજ વડોદરાના નિઝામપુરામાં સીએમ રુપાણીનું એક સભામાં બલ્ડ પ્રેશર લો થઈ ગયું હતુ, જેથી તેઓને ચક્કર આવતા તે સ્ટેજ પર ઢળી પડ્યા હતા. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જો કે, ત્યા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. કોરોના સંક્રમિત થયા બાદ સીએમ રુપાણીએ ટ્વિટ કરી પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, પોતાની તબિયત સારી હોવાની વાત જણાવી છે અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરવા માટે આપીલ કરી છે.
મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. તબિયત સારી છે ઝડપથી સારવાર થઈ રહી છે. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલા લોકોને અપીલ કરું છું કે તેઓ પણ સ્વેચ્છાએ સાવચેતીના ભાગ રૂપે કોવિડ ટેસ્ટ કરાવે.
— Vijay Rupani (@vijayrupanibjp) February 15, 2021
સીએમ રુપાણી સારવાર માટે હાલ યુએન મહેતામાં છે. સારવાર દરમિયાન તેઓએ ટ્વિટ કર્યું છે, જેમાં તેમને લખ્યું છે કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. તબિયત સારી છે ઝડપથી સારવાર થઈ રહી છે. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલા લોકોને અપીલ કરું છું કે તેઓ પણ સ્વેચ્છાએ સાવચેતીના ભાગ રૂપે કોવિડ ટેસ્ટ કરાવે.
અત્રે નોંધનીય છે કે,નીતિન પટેલે કહ્યુ કે, CMનો ચાર્જ કોઇને સોપવામાં નહી આવે.મુખ્યમંત્રી મોબાઇલ ફોન દ્વારા જેની સાથે પરામર્શ કરવો હોય તે પરામર્શ કરી શકે છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, “મુખ્યમંત્રી રૂપાણીના ધર્મપત્ની અંજલિ બહેન સાથે ચર્ચા કરી છે, મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી અને તેમણે પણ મંજૂરી આપી છે. મુખ્યમંત્રીની યુએન મહેતા હોસ્પિટલમાં સારી રીતે સારવાર કરવામાં આવી રહી છે. કોરોનાના દર્દીઓને અલગ રાખી તેમની સારવાર કરવામાં આવે છે, તે રીતે જ મુખ્યમંત્રીની સારવાર કોરોનાના પોઝિટિવ દર્દી તરીકે ચાલુ કરવામાં આવી છે.”