વડોદરામાં આજે સીએમ રુપાણીની જાહેર સભા સંબોધતી વેળા અચનાક તબીયત લથડી પડ્યા તેઓને સારવાર માટે હેલિકોપ્ટર દ્વારા યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારો મતદાતાઓને રિઝવવા માટે કામે લાગી ગયા છે. ત્યારે સીએમ રુપાણી વડોદરા ખાતે એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા. તે વેળા દરમિયાન તેઓનું બલ્ડ પ્રેશર ઓછું થઈ જતા તેમને ચક્કર આવ્યા હતા અને જેથી તે સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા.
જો કે તેમના સિક્યુરિટી ગાર્ડે આવી જઇને તેમને ઝીલી લીધા હતા. ગાર્ડને પહેલાથી જ કંઇક અજુગતુ થઇ રહ્યું હોવાનો ક્યાસ લાગી ગયો હોય તેમ તે પહેલાથી જ તેમની પાછળ આવી ગયો હતો. સિક્યુરિટી જવાન તેમને પકડી શક્યો નહોતો પરંતુ નીચે પટકાવા પણ દીધા નહોતા. હળવેથી તેમને નીચે સુવડાવીને પ્રાથમિક સારવાર આપી હતી. તેમને સીધા સુવડાવી દીધા હતા. તત્કાલ સારવાર મળી રહેતા તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પ્રાથમિક તબક્કે તો તેઓ ચક્કર આવવાના કારણે નીચે ઢળી પડ્યાં હોવાનું સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સીએમ રુપાણીની તબીયત થોડીક જ મીનિટોમાં સાજા થઈ ગયા હતા અને સભા છોડી સભાસ્થળેથી ચાલતા ચાલતા જ નીચે ઉતરીને પોતાના કાફલા સાથે રવાના થયા હતા. વડોદરાથી તેમને હેલિકોપ્ટર દ્વારા યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવશે. અહીં તેઓના તમામ જરૂરી ટેસ્ટ કરવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ડોક્ટર્સની ટીમ મુખ્યમંત્રી પહોંચે તેની રાહ જોઇ રહ્યા છે. તમામ પ્રકારની તૈયારીઓ પુર્ણ કરી દેવામાં આવી છે.