Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 1લી માર્ચથી 60 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે કોરોના રસી, મુખ્યમંત્રીએ કરી ખાસ અપીલ

1લી માર્ચથી 60 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે કોરોના રસી, મુખ્યમંત્રીએ કરી ખાસ અપીલ

0
32

અમદાવાદ: રાજ્યમાં આવતીકાલ એટલે 1લી માર્ચથી 60 વર્ષથી ઉપરની વયના અને 45થી 59 વર્ષના ગંભીર બિમારીથી પિડાતા લોકોને કોરોના વિરુદ્ધની રસી આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના 60 લાખ જેટલા સૌ વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લઈને કોરોના સામેની આપણી લડાઈના આ નિર્ણાયક અંતિમ તબક્કામાં પોતાનું યોગદાન અવશ્ય આપવા અપિલ કરી છે. CM Rupani 

મુખ્યમંત્રીએ આ અપીલ કરતા સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકારે સૌના આરોગ્યની ચિંતા કરીને કોરોના સામે શરુઆતથી જ લોકસહ્યોગ અને આરોગ્ય કર્મીઓની કર્તવ્યનિષ્ઠાથી કોરોનાનો વ્યાપ વધતો અટકાવવામાં સફળતા મેળવી છે. CM Rupani 

હવે જ્યારે કોરોના સામે રસીકરણ અભિયાન પણ દેશભરમાં શરુ થયું છે, ત્યારે ગુજરાતના સૌ વરિષ્ઠ નાગરિકો ના સહકારથી આપણું રાજ્ય એમાં પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે.

વિજય ભાઈ રૂપાણીએ કહ્યું છે કે રાજ્ય સરકારે આ રસીકરણ અભિયાન ની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી લીધી છે. રાજ્યભરની 2195 જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ 536જેટલા ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના રસીના ડોઝ આપવામાં આવશે. CM Rupani 

આ હેતુસર તાલીમ બદ્ધ ડોક્ટર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિત અંદાજે 30 હજાર જેટલા માનવ બળની સેવાઓ ઉપલબ્ધ બનવાની છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ તેની કોઈ આડ અસર પણ નથી જ. CM Rupani 

આ પણ વાંચો: આ આઇપીએસને કેટલીવાર ફેરવેલ પાર્ટી લેવી છે?

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ 60 વર્ષથી વધુની વયના દરેક વડીલ આ રસીના બે ડોઝ અવશ્ય સમયસર લે અને પોતાની જાતને કોરોનાથી સુરક્ષિત બનાવે તેવો અનુરોધ પણ કર્યો છે.

તેમણે જણાવ્યું છે કે ગુજરાત કોરોના સામેના જંગમાં સઘન આરોગ્ય સારવાર સુવિધાઓ ધન્વન્તરિ રથ, 104 હેલ્પ લાઇન, વ્યાપક સરવેલન્સ સહિત ના અનેક પરિણામ કારી પગલાંઓ અને ઉપાયોથી દેશનું માર્ગદર્શક બન્યું છે. CM Rupani 

મુખ્યમંત્રી એ આ સંદર્ભમાં ઉમેર્યું કે હવે સૌ વરિષ્ઠ વડીલો અવશ્ય પણે રસી ના ડોઝ લઈને હારશે કોરોના જીતશે ગુજરાતના મંત્રને સાકાર કરી કોરોના સામેની લડાઈ ના આ અંતિમ તબક્કામાં વિજય મેળવે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના નાગરિકોને પણ હાર્દ ભરી અપીલ કરી છે કે પોતાના ઘર પરિવાર અને આસપાસના આવા વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે તેઓ પ્રેરિત કરે અને કોરોના મુક્ત ગુજરાતના નિર્માણ માં યોગદાન આપે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat