Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > CMએ કહ્યું લોકડાઉન નહી થાય, લોકો પુછે છે- તો પછી આ શું છે?

CMએ કહ્યું લોકડાઉન નહી થાય, લોકો પુછે છે- તો પછી આ શું છે?

0
279

લોકોમાં રોષઃ સરકારને શું કરવું તેની ખબર જ નથી, વારંવાર નિર્ણયો બદલે છે

સરકાર ક્યારે ક કહે છે રાજ્યમાં લોકડાઉન નહીં થાય, પછી કહ્યું અમદાવાદમાં જનતા કરફ્યૂ  (Ahmedabad corona Curfew)લદાયો, થોડી વારમાંજ રાત્રિ કરફ્યૂની જાહેરાત કરી અને એક બે કલાકમાં જ 57 કલાકનો કડક કરફ્યૂ લાદી જનતા સાથે જાણે મજાક કરી રહ્યાનું લોકોને લાગી રહ્યું છે. અમદાવાદ ઉપરાંત રાજકોટ સુરતમાં પણ કરફ્યૂ લાદવા અંગે વિચારણા ચાલી રહી છે. લોકોમાં દહેશત ફેલાઇ રહી છે કે સરકાર તેમને ફરીથી ઘરોમાં કેદ કરી દેશે. ધંધા-રોજગાર ઠપ થઇ જશે. માંડ જીવનની ગાડી પાટા પર આવી રહી હતી ત્યાં આ તુઘલખી નિર્ણયો લોકોને બેહાલ કરી દે તો નવાઇ નહીં.

ગાંધીનગર: અમદાવાદમાં 57 કલાકનો કરફ્યૂ લાદવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી હતી. CM રૂપાણીએ કહ્યુ કે ગુજરાતમાં લોકડાઉનનું કોઇ પ્લાનિંગ નથી.

પરંતુ સામાન્ય લોકોમાં ચર્ચા થઇ રહી છે કે ત્રણ દિવસ બઘું બંધ, કડક કરફ્યૂ લાદી દેવાયો, આ લોકડાઉન (Ahmedabad corona Curfew) નહીં તો શું છે?લોકડાઉનમાં તો તોય અમુક સમયે લોકોને રાહત રહેતી હતી.

આ પણ વાંચોઃ On The Spot કોરોના ટેસ્ટ: માસ્ક વગર પકડાયા તો 1000 રૂપિયા દંડ, પોઝિટિવ આવ્યા તો સીધા હોસ્પિટલ

AMTS, પછી ST બસ સેવાઓ બંધ કરી દેવાઇ

રાજ્યમાં લોકડાઉન નહીં લદાય તેવી સરકારની જાહેરાત પર હવે લોકોને ભરોસો રહ્યો નથી. કારણ કે એક પછી એક સુવિધા બંધ કરવાનો નિર્ણય લેવાઇ રહ્યો છે. પહેલાં AMTS, પછી ST બસ સેવાઓ બંધ કરી દેવાઇ.

શું થશે લોકોમાં કોરોના કરતા પણ વધુ ડર સરકારના તુઘલખી ફરમાનો અંગે ફેલાઇ રહ્યો છે કે ક્યારે નવું ફરમાન જાહેર થશે.

ગુજરાતમાં લોકડાઉન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, કોરોનાનું સંક્રમણ રાજ્યમાં વધ્યુ છે, ગુજરાતમાં લોકડાઉન નહી થાય, આ વિકેન્ડ કરફ્યુ છે. સાથે જ મુખ્યમંત્રીએ રાજ્યમાં લોકડાઉન લગાવવાની વાતને અફવા ગણાવી હતી.

અમદાવાદમાં શનિવાર અને રવિવારે કરફ્યૂ (Ahmedabad corona Curfew) માત્ર તકેદારીના ભાગરૂપે લગાવવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: ફરી સરકારે લોકોને અસમંજસમાં મુક્યા! કોરોનાના વધતા કેસ માટે જવાબદાર કોણ

અમદાવાદમાં 57 કલાકનો કરફ્યૂ Ahmedabad corona Curfew news

રાજ્ય સરકારે શુક્રવારે રાત્રે નવ વાગ્યાથી (Ahmedabad corona Curfew)સોમવારની સવારે છ વાગ્યા સુધી એમ સળંગ 57 કલાક માટે અમદાવાદમાં કરફ્યુ લાદવાની જાહેરાત કરી છે. તેની સાથે સોમવારે રાત્રે ફરીથી નાઇટ કરફ્યુ લાગુ પડશે.

આમ હવે વીકેન્ડ કરફ્યુ પછી રાત્રે નવ વાગ્યાથી  સવારે છ વાગ્યા સુધી કરફ્યુ રહેશે. આગળ સૂચના ન મળે ત્યાં સુધી આ મુજબ કરફ્યુનો અમલ જારી રહેશે.Ahmedabad corona Curfew news