Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > CM વિજય રૂપાણીને કોરોના પોઝિટિવ હોવાની ફેક પોસ્ટ કરનાર સામે ગુનો દાખલ

CM વિજય રૂપાણીને કોરોના પોઝિટિવ હોવાની ફેક પોસ્ટ કરનાર સામે ગુનો દાખલ

0
4323

અમદાવાદ સાયબર ક્રાઇમે સીએમ વિજય રૂપાણી અંગે ખોટી ફેલાવનાર સામે ગુનો નોંધ્યો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદના ફૈસલખાન યુસુફ ઝાઈ નામના ફેસબુક એકાઉન્ટમાં આ પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આવી ખોટી અફવા ફેલાવનાર સામે સાયબર ક્રાઇમે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

સાયબર ક્રાઇમના પીએસઆઈ કે.કે.મોદી સોશિયલ સાઇટ્સ ઉપર ફેલાતી અફવાઓને લઈને સોશિયલ સાઈટ્સોનું સર્વેલન્સ કરી રહ્યા હતા. તે દરમ્યાન તેઓને એક પોસ્ટ નજરે ચઢી હતી. જે પોસ્ટ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોરોના ટેસ્ટ પોઝિટિવ થયા હોવાની હતી. આ અફવા ફેલાવનાર સામે તેઓએ ગુનો નોંધી જરૂરી પુરાવા એકત્ર કરી ફેસબુક એકાઉન્ટ ધારકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

આજદિન સુધી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો નથી. આ મામલે તંત્રએ કોઈ જાહેરાત પણ કરી નથી. તેમ છતાં કરવામાં આવેલી આ પોસ્ટ કે જેના દ્વારા માત્ર અફવા ફેલાવવામાં આવી રહી હતી. આ પોસ્ટ 15/04/2020ના રોજ ભયનું વાતાવરણ પેદા કરવાના ઈરાદાથી અને આવી અફવાથી શાંતિનો ભંગ થાય તેમ હોઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ખાડિયા પોલીસ સ્ટેશનના 6 પોલીસ જવાન કોરોનાની ચપેટમાં, PI સહિત 28 લોકોને કરવામાં આવ્યા ક્વોરન્ટાઈન