Gujarat Exclusive > The Exclusive > નર્મદા : કોરોનાથી સાજા થયેલા દર્દીને CM રૂપાણીએ ફોન કરી પૂછ્યું કેવી વ્યવસ્થા છે, તો દર્દીએ કહ્યું…

નર્મદા : કોરોનાથી સાજા થયેલા દર્દીને CM રૂપાણીએ ફોન કરી પૂછ્યું કેવી વ્યવસ્થા છે, તો દર્દીએ કહ્યું…

0
423
  • કોરોનામાંથી સ્વસ્થ થયેલી મહિલા દર્દી પર CM રૂપાણીનો ફોન આવ્યો
  • CM રૂપાણીએ રાજપીપળા કોવિડ હોસ્પિ.ની સુવિધા અંગે માહિતી મેળવી
  • મહિલા દર્દીના પતિએ CMને હોસ્પિટલની તમામ વ્યવસ્થાઓથી માહિતગાર કર્યા

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: કોરોના દર્દીઓની સારવારને લઈને હાલ ઘણાં સવાલો ઉઠી રહ્યાં છે. ગુજરાતના અમદાવાદના કોરોનાગ્રસ્ત એક પત્રકારને પણ સરકારી તંત્રનો કડવો અનુભવ થઈ ચૂક્યો છે. નર્મદા જિલ્લામાં પણ કોરોનાની સારવારને લઈને ઘણા આક્ષેપો દર્દીઓના પરિવારજનોએ ભૂતકાળમાં લગાવ્યા હતાં. નર્મદા જિલ્લામાં સુધી 910 કોરોનાના દર્દીઓમાંથી 845 દર્દીઓ સાજા પણ થઈ ચૂક્યા છે. ત્યારે એ જ સાજા થયેલા દર્દીઓમાંથી એક મહિલા દર્દી પર CM રૂપાણી (cm rupani news) ની ઓફિસમાંથી ફોન આવ્યો હતો અને ત્યાંની વ્યવસ્થાઓ વિશે માહિતી મેળવી હતી.

રાજપીપળા હિન્દુ દેવસ્થાન કમિટીના કર્મચારી રાજેન્દ્રસિંહ પુષ્પસિંહ સોલંકી વડોદરા ખાતે કોરોનાની સારવાર દરમિયાન અવસાન પામ્યા હતાં. એ બાદ એમની પુત્રવધુ ભાવનાબેન સોલંકી અને 18 વર્ષીય પૌત્ર દિગ્વિજયસિંહ સોલંકી કોરોનાની ચપેટમાં આવી ગયા હતાં.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાંથી એક અઠવાડિયાની સારવાર બાદ બન્ને માતા-પુત્રએ કોરોનાને મ્હાત આપી હતી અને પોતાના ઘરે પહોંચ્યા હતાં. કોઈ પણ કોરોના દર્દીએ હોસ્પિટલના સત્તાવાળાઓને કોન્ટેકટ નંબર આપવાનો હોય છે. જેને કારણે એ મહિલાએ પોતાના પતિનો નંબર આપ્યો હતો.

આ પણ વાંચો: બિસ્કીટ ખવડાવવાને બહાને 10 વર્ષની બાળકી સાથે હેવાને અડપલાં કર્યાં

સાજા થયાના થોડાક દિવસો બાદ એમના પતિ શૈલેન્દ્રસિંહ સોલંકીના મોબાઈલ પર ફોન આવે છે. સામે છેડેથી કહેવામાં આવે છે CM રૂપાણીની ઓફિસમાંથી વાત કરું છું. ભાવનાબેન સોલંકી સાથે વાત થઈ શકશે, તો શૈલેન્દ્રસિંહ કહે છે કે હું બજારમાં કામથી આવ્યો છું મારી પત્ની ઘરે છે. તો સામે છેડેથી કહેવામાં આવે છે કે હવે તમારી વાત CM સાહેબ સાથે થશે.

CMએ પૂછ્યું, સારવાર દરમિયાન એમને કોઈ તકલીફ તો નથી પડીને, ત્યારે વળતો જવાબ શું મળ્યો? (cm rupani news)

CM રૂપાણી (cm rupani news) ફોન લાઈન પર આવે છે અને શૈલેન્દ્ર સિંહને પૂછે છે કે,

“બહેનની તબિયત હવે કેવી છે. કોરોનામાંથી સાજા થયા બાદ તમે એમની સાર સંભાળ બરાબર રાખો છો કે નહીં. હજુ થોડાક દિવસ સાચવવું પડશે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમને કોઈ તકલીફ તો નથી પડીને. ત્યાંની વ્યવસ્થાઓ કેવી છે. ડોકટરો અને અન્ય સ્ટાફ દર્દીઓની બરાબર કાળજી રાખે છે કે નહીં. જમવાનું બરાબર મળે છે કે નહીં. કોઈ તકલીફ પડી હોય તો જણાવો.”

CM રૂપાણી (cm rupani news) એ કોવિડ હોસ્પિટલની વ્યવસ્થાઓ બાબતની તમામ જાણકારી મેળવી હતી. વળતા જવાબમાં શૈલેન્દ્રસિંહે કહ્યું કે,

“સાહેબ ઘણી જ સારી વ્યવસ્થાઓ હતી. કોઈ જ તકલીફ નથી પડી. સારી સારવાર મળી એ બદલ અહીંયાનો હોસ્પિટલ સ્ટાફ અને ગુજરાત સરકારનો ખૂબ-ખૂબ આભાર.”

5-7 મિનિટની આટલી વાતચીત થયા બાદ CM રૂપાણી કહે છે કે, ચાલો ત્યારે તબિયત સાચવજો. કોરોના કહેરને નાથવાની કામગીરી વચ્ચેની વ્યસ્તતા વચ્ચે પણ CM વિજય રૂપાણી રાજ્યની જનતાની દરકાર રાખે એ ખરેખર સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકેની એમની છાપ ઉપસાવે છે.

આ પણ વાંચો: ભુજથી અમદાવાદ આવી નકલી કરન્સી ફેરવવા આવેલી ઠગ ત્રિપુટી પોલીસે ઝડપી