Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > CM રૂપાણીએ ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર ખાતેના મત્સ્યબંદરનું ખાતમુહુર્ત કર્યું

CM રૂપાણીએ ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર ખાતેના મત્સ્યબંદરનું ખાતમુહુર્ત કર્યું

0
217
  • સૌરાષ્ટ્ર સહિત રાજ્યના બંદરોનું આધુનિકરણ કરી દરિયાકાંઠાના અર્થતંત્રને વધુ મજબૂત કરાશે: CM રૂપાણી CM Rupani 

  • 300 કરોડના ખર્ચે તૈયાર થશે આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા યુક્ત મત્સ્યબંદર

  • માછીમારોને સહાય સબસીડી ઓનલાઈન કરાશે : મત્સ્યોદ્યોગ અને પ્રવાસન મંત્રી

ગાંધીનગર: ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર ખાતે રૂપિયા 300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા યુક્ત મત્સ્યબંદરનું ખાતમુહુર્ત ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે ગુજરાતને મળેલા 1600 કિલોમીટરના દરિયાકાંઠાની વિપુલ તકોનો ટેકનોલોજી સાથે સમન્વય સાધીને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના બંદરોનું આધુનિકરણ કરી દરિયાકાંઠાના અર્થતંત્રને વધુ મજબૂત કરાશે. CM Rupani 

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મત્સોદ્યોગની વિકાસલક્ષી નીતિને લીધે વર્ષ 2019-20માં રાજ્યનું મત્સ્ય ઉત્પાદન 8.58 લાખ મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે. પાંચ હજાર કરોડથી પણ વધુના મત્સ્ય ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી છે. સાગરખેડૂના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. CM Rupani 

મુખ્યમંત્રીએ ગુજરાત દેશનું પ્રવેશદ્વાર બન્યું છે તેમ જણાવતા કહ્યું હતું કે મત્સોદ્યોગના વિકાસની વાત કરતા ઉમેર્યું કે હાલ રાજ્યમાં 29 હજારથી પણ વધુ બોટનું રજીસ્ટ્રેશન થયું છે. માછીમારોને કેરોસીન પર એક લિટરે રૂ. 15ની સબસિડી મળતી હતી તે વધારીને રૂપિયા રૂ. 15 કરવામાં આવી છે. આ ઉપરાંત સેસમાં પણ નોંધપાત્ર ઘટાડો કરી માછીમારોને સહાય આપવામાં આવી છે. CM Rupani 

વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે પાકિસ્તાને પકડેલા 7100 માછીમારોને છોડાવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વેરાવળ, માંગરોળ, સુત્રાપાડા, માઢવાળ અને પોરબંદર જેવા બંદરોના વિકાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુત્રાપાડા ખાતે જીઆઇડીસીની જમીન ફિશરીઝ ખાતાને આપવામાં આવી છે અને હવે પર્યાવરણ ખાતામાં આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી છે. આમ રાજ્ય સરકાર દ્વારા સાગરબંધુઓને તમામ સુવિધા મળી રહે અને એમને કોઈ તકલીફ ન પડે એ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહયા છે. CM Rupani 

આ પણ વાંચો: AIMIMનું આખુ નામ પણ બોલી ન શકનારા કાબલીવાલા કેવી રીતે સંભાળશે ગુજરાત?

છેલ્લા 5 મહિનામાં 27 હજાર કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે, તેમ જણાવી મુખ્યમંત્રી દ્વારા આજે એક જ દિવસમાં 750 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો કરવામાં આવ્યા છે. CM Rupani 

મુખ્યમંત્રીએ ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા કરવામાં આવેલી આયોજનબદ્ધ કામગીરીની માહિતી આપી માછીમારોના વિકાસ અને ઉત્કર્ષ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. CM Rupani 

મત્સ્યોદ્યોગ અને પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે માછીમારોની માંગણીઓ પર પૂરતું ધ્યાન આપીને અનેક યોજનાની અમલવારી કરી છે. મંત્રીએ માછીમારોને આપવામાં આવી રહેલી સહાય અને રાહતો ઝડપભેર તેમને મળી જાય તે માટે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા હાલ જે કામગીરી કરવામા આવી રહી છે તેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ડીઝલ સબસીડી સહિતની સહાય સીધી જ બેન્ક ખાતામાં જમા થાય અને ટોકન પણ મોબાઈલ પર ઉપલબ્ધ થાય અને કચેરીઓમાં ઓછું જવું પડે અને ઘેરબેઠા બધી સુવિધા મળે તે માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહેલી કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી.

આ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવા, કાળુ રાઠોડ, જસા બારડ, ગોવિંદ પરમાર, જેઠા સોલંકી, અગ્રણીઓ ઝવેરીભાઈ ઠકરાર, માનસિંગભાઈ પરમાર, મત્સોદ્યોગ વિભાગના સચિવ નલીન ઉપાધ્યાય, ગુજરાત મેરીટાઈમ બોર્ડના સીઈઓ અવંતિકા સિંઘ, કોસ્ટ ગાર્ડના કમાન્ડન્ટ એસ. કે. વર્ગીસ, ઉદ્યોગ કમિશ્નર ડી. પી. દેસાઈ તથા બહોળી સંખ્યામાં સાગરખેડુઓ કોવીડ-19ની ગાઈડલાઈન અનુસરીને ઉપસ્થિત રહ્યાં હતાં. CM Rupani 

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9