Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સીએમ રુપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપના નેતાઓમાં ફફડાટ

સીએમ રુપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપના નેતાઓમાં ફફડાટ

0
115

ગતરોજ સીએમ રુપાણીને વડોદરા ખાતે જાહેરસભામાં બલ્ડ પ્રેશર લો થઈ જતા તેમને ચક્કર આવતા તે સ્ટેજ પર ઢળી પડ્યા હતા. જેથી તેમને સારવાર માટે તાત્કાલિક અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જયા ડોક્ટરોએ તેમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે કહ્યું હતું, આ દરમિયાન તેઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. સીએમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેમના સાથના નેતાઓમાં હાલ ફફડાટ જોવા મળી રહ્યો છે.

સીએમ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે વડોદરાની સભામાં તેમની તબિયત લથડી હતી અને તે બાદ તેમને સારવારઅર્થે અમદાવાદ લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રખવામાં આવ્યા એ દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. તેમની સાથે-સાથે ભીખુ દલસાણિયા અને વિનોદ ચાવડાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્થિતિ સ્થિર અને સુધારા પર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તેઓ છેલ્લા ઘણાં દિવસોથી પ્રચારમાં જોડાયા હતા અને આ દરમિયાન તેઓ ઘણાં નેતાઓ અને કાર્યકર્તાઓના સંપર્કમાં આવ્યા હતા.

આ પણ વાંચો: CM રૂપાણીના કોરોના પોઝિટિવ આવ્યા બાદ નીતિન પટેલનું નિવેદન

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા છે. CM રૂપાણીની અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી. નીતિન પટેલે કહ્યુ કે, CMનો ચાર્જ કોઇને સોપવામાં નહી આવે.મુખ્યમંત્રી મોબાઇલ ફોન દ્વારા જેની સાથે પરામર્શ કરવો હોય તે પરામર્શ કરી શકે છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, “મુખ્યમંત્રી રૂપાણીના ધર્મપત્ની અંજલિ બહેન સાથે ચર્ચા કરી છે, મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી અને તેમણે પણ મંજૂરી આપી છે. મુખ્યમંત્રીની યુએન મહેતા હોસ્પિટલમાં સારી રીતે સારવાર કરવામાં આવી રહી છે. કોરોનાના દર્દીઓને અલગ રાખી તેમની સારવાર કરવામાં આવે છે, તે રીતે જ મુખ્યમંત્રીની સારવાર કોરોનાના પોઝિટિવ દર્દી તરીકે ચાલુ કરવામાં આવી છે.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat