Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > CM વિજય રૂપાણીનો રસોઇયો કોરોના પોઝિટિવ, 6 લોકો હોમ ક્વોરન્ટાઇન થયા

CM વિજય રૂપાણીનો રસોઇયો કોરોના પોઝિટિવ, 6 લોકો હોમ ક્વોરન્ટાઇન થયા

0
257

અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે કોરોનાની એન્ટ્રી સીએમ રુપાણીના નિવાસસ્થાને પહોંચી ગઈ છે. સીએમ રુપાણીના નિવાસ્થાને રસોઈ કામ કરતા મહારાજ કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમાં કોરોનાના લક્ષણો જોવા મળતા તેનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેથી સંજય પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેના સાથના 6 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. CM Rupani

રાજયમાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે. કોરોનાથી રક્ષણ મેળવવા માટે સરકાર લોકોને સાવચેતી રાખવા અને માસ્ક પહેરવા માટેની ખાસ સૂચનાઓ પણ આપી રહી છે. ત્યારે સીએમ રુપાણીના નિવાસ્થાને કોરોનોની એન્ટ્રી જોવા મળી છે. સીએમ રુપાણીની રસોઈ બનાવનાર સંજય પંડ્યા કોરોનાની ઝપટમાં આવી ગયા છે. તેમનામાં કોરોનાના લક્ષણો જોવા મળતા તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેના સાથના 6 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. CM Rupani

આ પણ વાંચો:ગાંધીનગરઃ મૃત્યુ બાદ સોશિયલ ડિસ્ટન્સ કેવું? એક એમ્બ્યુલન્સમાં મહિલા સહિતની 4 ડેડબોડી!

ઉલ્લેખનીય છે કે, રાજયમાં કોરોના કહેર વધતો જ જઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં પણ કોરોનાનો કેર વર્તી રહ્યો છે. 10 એપ્રિલથી અત્યાર સુધી 621 કોરોના દર્દીના મોત થઇ ગયા. જેમાં ચાલુ નવેમ્બર મહિનામાં જ અત્યાર સુધી 170 દર્દીઓના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરાયો છે. છેલ્લામાં 4 દિવસમાં 118 દર્દીઓનાં મોત થયા. CM Rupani

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9