Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 1 મેથી ગુજરાતના 10 જિલ્લાઓમાં 18થી વધુ વયના લોકોને અપાશે વૅક્સિન, CM રૂપાણીની જાહેરાત

1 મેથી ગુજરાતના 10 જિલ્લાઓમાં 18થી વધુ વયના લોકોને અપાશે વૅક્સિન, CM રૂપાણીની જાહેરાત

0
42

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાપના દિવસ પર 1 મેથી રાજ્યના સૌથી વધુ સંક્રમિત 10 જિલ્લાઓમાં 18થી વધુ વયના લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જનતાને વર્ચ્યૂઅલ સંબોધન કરતા જણાવ્યું કે, કોરોના સામેની જંગમાં સરકાર, સામાજીક સંસ્થાઓ અને જનતા એકજૂટ થઈને લડી રહી છે અને એમાં આપણે જરૂર વિજયી થઈશું. Gujarat Corona Vaccination 

ગુજરાત સરકારે રાજ્યના લોકોને મફત વૅક્સિન મળી રહે તે માટે પૂણેની સીરમ ઈન્સ્ટીટ્યૂટને 2 કરોડ વૅક્સિનના ડોઝ અને ભારત બાયોટેકને 50 લાખ ડોઝનો ઓર્ડર આપી દીધો છે. આ બન્ને સ્વદેશી વૅક્સિન છે અને ભારતીય કંપનીઓએ જ બનાવી છે.

આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતના ૧૮ વર્ષથી વધુ વયના યુવાનો કોરોના સામે સુરક્ષિત રહે એ હેતુ જલદીમાં જલદી વેક્સિનેશન શરૂ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. ગુજરાતે ભારતના સ્વદેશી વેક્સિન ઉત્પાદકોને અઢી કરોડ વેક્સિન ડોઝ માટે ઓર્ડર આપી દીધો છે. વધુને વધુ વેક્સિન ડોઝ મળે તે માટે ગુજરાત સરકાર સતત આ બંને કંપનીઓના પરામર્શમાં છે. આજે સાંજ સુધીમાં ૩ લાખ વેક્સિન ડોઝ હવાઇમાર્ગે ગુજરાત આવી રહ્યા છે અને આવતીકાલથી ૧૦ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ થઈ જશે.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગર જિલ્લામાં આવતીકાલથી 18થી વધુ વયના લોકોને પણ મફત વૅક્સિન આપવામાં આવશે. આ માટે સરકાર તરફથી બનાવવામાં આવેલી વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. વૅક્સિનેશન સેન્ટર પર રજિસ્ટ્રેશનની વ્યવસ્થા નહીં હોય.

આ પણ વાંચો:  રાહુલ બજાજે ચેરમેન પદેથી આપ્યું રાજીનામું, હવે નીરજ બજાજના હાથમાં કંપનીની કમાન Gujarat Corona Vaccination 

CM રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, રજિસ્ટ્રેશન બાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક એસએમએસ આવશે. જે બાદ જ વૅક્સિનેશન સેન્ટર પર રસી લેવા માટે જવાનું છે. સરકાર તરફથી નક્કી કરાયેલા વૅક્સિનેશન સેન્ટર, તમામ સરકારી હોસ્પિટલ અને કોવિડ સેન્ટર પર વૅક્સિન મફત મળશે.

અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વાસ્થ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિલ જયંતિ રવિ, સ્વાસ્થ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. Gujarat Corona Vaccination 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat