Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > CM રૂપાણી કોરોના પોઝિટિવ થયા બાદ સામે આવ્યા, ભાજપને મત આપવા અપીલ કરી

CM રૂપાણી કોરોના પોઝિટિવ થયા બાદ સામે આવ્યા, ભાજપને મત આપવા અપીલ કરી

0
42

રાજ્ય સરકાર તમામ ક્ષેત્રમાં સર્વાંગીક વિકાસ કરી રહી છે- CM રૂપાણી CM Rupani Address to Voters

અમદાવાદ: વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની અચાનક તબિયત ખરાબ થઇ ગઇ હતી. ત્યારબાદ તેમને અમદાવાદ ખાતેની યૂ.એન. મેહતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો, જેમાં તેઓ કોરોના પોઝિટિવ મળ્યા હતા. ત્યારે તેમણે હોસ્પિટલમાંથી જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે મુખ્યમંત્રી જનતાને સંબોધન કર્યું. CM Rupani Address to Voters

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયા દ્વારા જનતાને સંબોધન કરતા જણાવ્યું કે કોરોના સંક્રમિત થવાને લીધે હું તમને પ્રત્યક્ષ મળવા માટે આવી શક્યો નથી. મારી તબિયતને લઈ ચિંતા દર્શાવનાર માટે હું આભારી છું. જલ્દીથી આપની સેવા માટે ઉપસ્થિત થઈશ. CM Rupani Address to Voters

તેમણે 21 તારીખે મતદાન કરવા અને ભાજપને મત આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે ચૂંટણી એક ઉત્સવ છે. દરેક ચૂંટણીમાં લોકો ભાજપ સાથે ઉભા છે. ભાજપ માટે સત્તા સેવા માટે છે. પ્રજાના વિશ્વાસને પરપૂર્ણ કરવાની અમારી જવાબદારી છે. ગુજરાતના શહેરોના વિકાસ માટે ઉત્તમથી સર્વોત્તમ તરફ આગળ વધી રહ્યા છે. CM Rupani Address to Voters

આ પણ વાંચો: અસદ્દુદીન ઓવૈસી ફરી એકવાર ગુજરાત પ્રવાસે, 23 ફેબ્રુઆરીએ મોડાસા અને ગોધરાની મુલાકાત લઈ શકે

તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસના રાજમાં ગુજરાતને અન્યાય થતો હતો. દિલ્હીમાં ગુજરાતના પનોતા પુત્ર બેઠા છે. અને ગુજરાતને તમામ વસ્તુઓ પ્રાપ્ત થઈ રહી છે. કોરોનામાં ભાજપની સરકારે શ્રેષ્ઠ કામગીરી કરી છે. રાજ્ય સરકાર પણ તમામ ક્ષેત્રમાં સર્વાંગીક વિકાસ કરી રહી છે. મારી સરકાર સંવેદનશીલતાથી કામગીરી કરી છે.

ઉલ્લેખનીય છે કે 21મી ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. જ્યારે 23મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. તેના માટે ભાજપ-કોંગ્રેસ સિવાય આપ અને એઆઈએમઆઈએમ પણ ચૂંટણી મેદાને છે. તમામ પક્ષો મતદારોને રિઝવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. લોભામણા વાયદાઓ કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે કોના પક્ષમાં મતદારો મત આપે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat