Gujarat Exclusive > દેશ-વિદેશ > YSR સરકાર એક્શનમાં, આંધ્ર પ્રદેશમાં CBIના પ્રવેશને પરવાનગી મળી

YSR સરકાર એક્શનમાં, આંધ્ર પ્રદેશમાં CBIના પ્રવેશને પરવાનગી મળી

0
354

આંધ્ર પ્રદેશમાં જગનમોહન રેડ્ડીની નવી સરકારે સત્તા સંભાળ્યા બાદ હરકતમાં આવી હોય, તેવું લાગી રહ્યું છે. જગનમોહન સરકારે પહેલાની ચંન્દ્રબાબુ સરકારના નિર્ણયને ફેરવી નાંખ્યો છે. જેથી રાજ્યમાં હવે CBIને ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરવાની પરવાનગી પુન:પ્રાપ્ત થઈ ગઈ છે.

YSR કોંગ્રેસ પાર્ટીના નેતા વિજયસાઈ રેડ્ડીએ સતત કરેલા પોતાના ટ્વીટમાં જણાવ્યું કે, ચંન્દ્રબાબુએ CBI અને ITના દરોડા પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેમણે પ્રશ્ન પૂછ્યો કે, ED રાજ્યમાં કેવી રીતે આવે છે. હવે જગનમોહને CBIને રાજ્યમાં મંજૂરી આપવાનો આદેશ આપી દીધો છે. મુખ્યમંત્રી રેડ્ડીએ સ્પષ્ટ કર્યું છે કે, ચોરોને માફ નહી કરવામાં આવે. આ નિર્ણય એન ચંન્દ્રાબાબુ નાયડુની આગેવાની વાળી ગત સરકારે આપ્યો હતો.

વિપક્ષી પાર્ટીઓ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર રાજકીય લાભ ઉઠાવવા માટે તપાસ એજન્સીનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવતા આવ્યા છે. સીબીઆઈના કામકાજને નિયંત્રિત કરનારા 1946ના દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના અધિનિયમ અનુસાર. તપાસ એજન્સી દિલ્હી પર સંપૂર્ણ અધિકાર રાખવા અને સરકારની સામાન્ય સહમતી સાથે અન્ય રાજ્યોમાં પ્રવેશ કરે છે.

શિક્ષણ પદ્ધતિમાં પરિવર્તન
આ વચ્ચે રેડ્ડીએ જણાવ્યું કે, રાજ્યમાં શિક્ષણ પદ્ધતિ એક પરિવર્તનનું સાક્ષી બનશે. જેમાં શનિવારે “નો બેગ્સ ડે” રાખવા ઉપરાંત રમત સહિત અન્ય મનોવૈજ્ઞાનિક વિકાસના કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. સ્કૂલના શિક્ષણમાં ક્રાંતિકારી પરિવર્તન કરવામાં આવશે. જેમાં મધ્યાહન ભોજનમાં પોસ્ટિક આહાર આપવામાં આવશે. આ ઉપરાંત મિડ-ડે મીલ સ્ટાફના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તેમનો પગાર 1000 રૂપિયાથી 3 હજાર સુધી રાખવામાં આવશે. આ ઉપરાંત આશાવર્કરના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

દારૂને વેચાણ પર નીતિ
રાજ્યમાં દારૂના વેચાણ અંગે રેડ્ડીએ જણાવ્યું કે, જગનમોહને આદેશ આપ્યો કે, એક જ બેલ્ટની દુકાન ના હોવી જોઈએ. તેમણે બેલ્ટની દુકાનોથી દારૂનો પૂરવઠો પૂરો પાડવા પર દારૂની દૂકાનોનું લાઈસન્સ રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. આ એક મહત્વકાંક્ષી નિર્ણય છે. ચંન્દ્રબાબુ સરકારે દારૂના ધંધાર્થી સામે આત્મસમર્પણ કરી દીધુ હતુ અને નાની નાની ગલીઓમાં આવી દારૂની દૂકાનો ખોલવામાં આવી હતી.

આ પણ વાંચો: ‘મોદી સુનામી’ વચ્ચે એક નવા સિતારાનો ઉદય