Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પેટાચૂંટણી ટાણે જ સીએમની કોલર ટ્યુન કેમઃ કોંગ્રેસની ચૂંટણીપંચને ફરિયાદ

પેટાચૂંટણી ટાણે જ સીએમની કોલર ટ્યુન કેમઃ કોંગ્રેસની ચૂંટણીપંચને ફરિયાદ

0
91
  • મુખ્યમંત્રી રૂપાણીની કોલર ટયુનને લઇને કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ
  • સીએમ તથા ટેલીફોન કંપની સામે પગલાં લેવા કરાઇ માંગ
  • પેટાચૂંટણીમાં કોની મંજૂરીથી કોલર ટયુન ચલાવવામાં આવે છે તેવો સવાલ કરાયો

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની કોલર ટયુનને લઇને કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ (cm-collar-tune-congress-complain) કરી છે. મુખ્યમંત્રી સહિત ટેલિફોન કંપનીઓ સામે પગલાં લેવા માંગ કરાઇ છે. તેની સાથોસાથ પેટાચૂંટણીમાં કોલર ટયુન કોની મંજુરીથી ચલાવવામાં આવે છે વગેરે પ્રકારના સવાલો કરવામાં આવ્યા છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી નિશિત વ્યાસે ભારતીય ચૂંટણી પંચ તથા રાજય ચૂંટણી અધિકારી સમક્ષ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ભાજપના સ્ટાર પ્રચારક ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી છે. તેમણે પેટાચૂંટણી જાહેર થઇ ત્યારે વિજય રૂપાણીએ ભાજપનો પ્રચાર કરવાનો એક પ્રપંચ રચ્યો છે.

કોંગ્રેસનો પ્રશ્ન, ભાજપે આ માટે મંજૂરી લીધી છે

પંચને રજૂઆત કે એક નાની જાહેરાત, એક એડ ફિલ્મ કે બેનર કે પોસ્ટર પણ જાહેર કરવું હોય તો ચૂંટણી પંચની મંજૂરી લેવી પડે છે. તો ભાજપ આ બાબતે મંજૂરી માંગી હતી. તેમણે કોઇ ટેલિફોન કંપની બીએસએનએલ. વોડા ફોન, જીઓ, એરટેલ, રિલાયન્સ તેમની જોડે એમ.ઓ.યુ. કર્યા છે. તેમનો અવાજ કોલર ટયુનમાં આપવા માટે કોઇ રકમ નક્કી કરી છે.

આ પણ વાંચોઃ AMCની ગેરકાયદે બાંધકામ સામે ઝુંબેશ, 5,10,483 ચો. ફૂટની જગ્યા ખુલ્લી કરાઈ

શું તે રકમ તેમણે ચૂંટણી પ્રચાર ખર્ચમાં દર્શાવી છે. આ બધી બાબતો અંગે અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. આ નિયમોનું પાલન કરવામાં આવ્યું ના હોય તો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ટેલિફોન કંપની સામે પગલાં લેવામાં આવે તેવી અમારી લાગણી અને માંગણી છે.

શું છે ફરિયાદ

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ કોઇપણને ફોન કરવામાં આવે તો શરૂઆતમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવાજમાં લોકોને કોરોનાના કારણે માસ્ક પહેરવા તેમ જ સેનેટાઇઝરથી સતત હાથ ધોવા વગેરે બાબતે સાવચેત કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃ BREAKING: અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટી સુધીર નાણાવટીનું રાજીનામુ

કોરોનાના શરૂઆતના તબક્કામાં પણ આ જ રીતે દરેક મોબાઇલમાં પ્રારંભમાં આ જ રીતે સાવચેત કરવામાં આવતાં હતા. પરંતુ નવરાત્રિની શરૂઆતથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવાજમાં આ રીતે પ્રજાને સાવધ કરવામાં આવી રહ્યાં છે. આ બાબતને લઇને કોંગ્રેસ દ્રારા ભારતીય ચૂંટણી પંચ સહિત ગુજરાતના મુખ્ય ચુંટણી અધિકારી સમક્ષ આ અંગે ફરિયાદ કરવામાં આવી છે.