Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષે ખાદીની ખરીદી કરી

ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષે ખાદીની ખરીદી કરી

0
81
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના થલતેજ તથા પ્રદેશ અધ્યક્ષે ગાંધી આશ્રમ પાસેથી ખાદી ખરીદી

  • મુખ્યમંત્રીએ ખાદી ખરીદીને સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગ માટે પ્રજાને પ્રોત્સાહિત કર્યા હતા

ગાંધીનગર: ગાંધીજીની 152મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ખાદીની ખરીદી કરી હતી. મુખ્યમંત્રીએ થલતેજ વિસ્તારની દુકાનમાં તો સી.આર. પાટીલે સાબરમતી ગાંધીઆશ્રમ પાસેની દુકાનમાં ખાદીની ખરીદી કરવા પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વયં ખાદીની ખરીદી કરીને સ્વદેશીની ભાવનાને બળ પૂરું પાડી નાગરિકોને સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ વેળાએ ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન તેમણે ઝીલ્યું હતું.

મુખ્યમંત્રી સાથે અમદાવાદ મેયર કિરીટ પરમાર, અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા .

તે જ રીતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ મોડી સાંજે અમદાવાદ સ્થિત સાબરમતી ગાંધી આશ્રમ ખાતે પહોંચીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા. ત્યારબાદ સ્વદેશી ચીજવસ્તુના આગ્રહી ગાંધી બાપુના વિચારોને અપનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકલ ફોર વોકલના અભિયાનને વેગવંતુ કરવાં સાબરમતી ગાંધીઆશ્રમ સામે આવેલ ખાદી ભંડાર ખાતે ખાદીના કપડાંની ખરીદી કરી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડીજીટલ ભારતના સ્વપ્નને પરીપુર્ણ અર્થે આ ખરીદી સંપુર્ણ કેશલેસ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, રાજયકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી પ્રદિપ પરમાર, રાજયકક્ષાના મંત્રી જગદિશ પંચાલ, અમદાવાદ મહાનગરના મેયર કરીટ પરમાર અને કર્ણાવતી શહેર પ્રમુખ અમિત શાહ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ તેમજ અમદાવાદ શહેરના કોર્પોરેટરો ,પદાધિકારીઓ અને હોદેદારો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat