વડોદરા શહેરમાં દિવાળી પર ફટાકડા ફોડવાને લઈને બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી પોલીસે બંને પક્ષના 19 લોકોને કસ્ટડીમાં લીધા છે. એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. આ ઘટના સોમવારે મોડી રાત્રે લગભગ 12:45 વાગ્યે સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ પાણીગેટ વિસ્તારમાં બની હતી.
Advertisement
Advertisement
વડોદરાના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ યશપાલ જગાનિયાએ જણાવ્યું હતું કે કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોમાં એક વ્યક્તિ હતો જેણે કથિત રીતે અથડામણ શરૂ થયાના એક કલાક પહેલા ત્રીજા માળેથી પોલીસકર્મી પર બોમ્બ ફેંક્યો હતો.
અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં રોકેટ પડવાના કારણે પાર્ક કરેલી એક મોટરસાઇકલમાં આગ લાગી હતી. તે પછી બધી બબાલ શરૂ થઈ હતી.
તેમણે કહ્યું કે ફટાકડા ફોડવા અને એકબીજા પર રોકેટ બોમ્બ છોડવાને લઈને વિવાદ સર્જાયા બાદ બંને પક્ષના લોકોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો.
અધિકારીએ જણાવ્યું કે ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે બંને સમુદાયના શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
Advertisement