Gujarat Exclusive > દેશ-વિદેશ > CJI રંજન ગોગોઇની સુરક્ષાને લઇ સરકારે ચિંતા વ્યક્ત કરી, બોલાવી હાઇલેવલ મિટિંગ

CJI રંજન ગોગોઇની સુરક્ષાને લઇ સરકારે ચિંતા વ્યક્ત કરી, બોલાવી હાઇલેવલ મિટિંગ

0
115

ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરતા ગૃહ મંત્રાલય, વિદેશ મંત્રાલય, જાસુસી બ્યૂરો અને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી.

ન્યૂઝ એજન્સી એએનઆઇના રિપોર્ટ અનુસાર CJIની સુરક્ષાના માનકો અનુસાર ઓછી થઇ ગઇ છે. દિલ્હી પોલીસના જોઇન્ટ સીપી (સુરક્ષા) આઇડી શુકલા દ્વારા લખવામાં આવેલા એક પત્રમાં કહેવામાં આવ્યુ કે CJIની સુરક્ષા એવી થઇ ગઇ છે કે કોઇ પણ મુખ્ય ન્યાયાધીશ પાસે જઇ શકે છે અને તેમને માળા પહેરાવી શકે છે અથવા તેમની સાથે સેલ્ફી લઇ શકે છે.

સુરક્ષા એજન્સીઓને આપવામાં આવ્યો આદેશ

સુરક્ષા એજન્સીઓને હવે આદેશ આપવામાં આવ્યા છે કે તે સીજેઆઇની સુરક્ષા વ્યવસ્થાને વધારવા માટે અને તેમના કાફલાની પાર્કિગને સુરક્ષિત કરવા માટે અથવા નજીકની ટીમ અથવા નજીક રિંગ ટીમને તૈનાત કરે.પત્રમાં કહેવામાં આવ્યુ છે, ‘વર્તમાન સુરક્ષાને જોતા જરૂરી છે કે તમામ હિતધારકોએ તમામ ઉચ્ચ ગણમાન્ય વ્યક્તિઓ માટે ફુલપ્રૂફ સુનિશ્ચિત કરવા માટે વધુ પ્રયાસ કરવો જોઇએ.’

એવી ઘટનાઓ બની છે જ્યા CJI રંજન ગોગોઇને જનતાએ ઘેરી લીધા છે અને તેમની સાથે સેલ્ફી લેવાનો પણ પ્રયાસ કર્યો છે, જેને કારણે આ મામલે ચર્ચા કરવા માટે બેઠક બોલાવવામાં આવી હતી.

PM મોદી માટે આવી રહ્યું છે સ્પેશ્યલ વિમાન, જાણો શું છે તેની ખાસિયત