Gujarat Exclusive > દેશ-વિદેશ > NRC મુદ્દે CJI ગોગોઈનું મોટુ નિવેદન, કહ્યું- ‘ભવિષ્ય માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ’

NRC મુદ્દે CJI ગોગોઈનું મોટુ નિવેદન, કહ્યું- ‘ભવિષ્ય માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ’

0
396

નવી દિલ્હી/ગુવાહાટી: ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) રંજન ગોગોઈએ અસમમાં લાગૂ કરવામાં આવેલા નેશનલ રજિસ્ટર ઓફ સિટીજન્સ (NRC)ના વિરોધીને જડબાતોડ જવાબ આપ્યો છે. NRCનો ઉલ્લેખ કરતા જસ્ટિસ ગોગોઈએ જણાવ્યું કે, NRC જે આજના સમયમાં માત્ર એક દસ્તાવેજ નથી રહ્યો, પરંતુ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.

જણાવી દઈએ કે, ગોગોઈ પોસ્ટ કોલોનિયલ અસમ (Post Colonial Assam) પુસ્તકના વિમોચન કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે આ વાત જણાવી હતી.

તેમણે આગળ જણાવ્યું કે, કેટલાક મીડિયા દ્વારા કરવામાં આવતા બેજવાબદારી પૂર્ણ રિપોર્ટિગના કારણે સ્થિતિ વણસી રહી છે. કેટલીક હદ સુધી ગેરકાયદે ભારતમાં વસવાટ કરતા લોકોની સંખ્યાની તાત્કાલીક શોધ કરવાની આવશ્યક્તા હતી. જેના એક પ્રયત્નના ભાગ રૂપે NRC લાગુ કરવામાં આવી હતી.

મમતા બેનર્જીએ લગાવ્યો ફોન ટેપિંગનો આરોપ, PM મોદી તપાસ કરાવે