રાજ્યભરમાં માનવ તસ્કરીની ઘટનાઓના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે ત્યારે પૂર્વ વિસ્તારમાં આવેલા મેમ્કો પ્રેમનગર ખાતે ઘર પાસે રમતા રમતા છ વર્ષનું બાળક ગુમ થવાનો કિસ્સો સામે આવ્યો હતો. બાળક ઘરે ન પહોંચતા પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી સાથે શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે દોડીને પોલીસને બાળક ગુમ થવાની જાણ કરી હતી. પોલીસે યોગ્ય દિશામાં જઇને બાળકને શોધવા માટે ટીમ બનાવી. બાળક ઝડપથી મળી જશે તેવી પરિવારને સાંત્વના આપવામાં આવતી હતી.પોલીસે ઘટનાને ગંભીરતાથી લઇને તાત્કાલિક પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા મેમ્કો સહિતના વિસ્તારમાં સીસીટીવી, પાનમસાલાના ગલ્લા, ચાની કિટલી, રીક્ષા ચાલકો સાથે રાહદારીઓની પૂછપરછ કરીને બાળક શોધવાની તપાસ શરૂ કરી હતી. બાળક ગુમ થવાને લીધે પરિવારજનો પર જાણે આભ ફાટી પડયું હતું. પોલીસની સતર્કતાને લીધે ગણતરીના કલાકોમાં બાળકને સહીસલામત રીતે શોધી કાઢ્યો હતો અને સમીરને તેના માતા-પિતા સહિતના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું સાથે પરિવાર દ્વારા પોલીસની પ્રશંસા સાથે આભાર માન્યો હતો. પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને લીધે સમાજના લોકોએ સહર્ષ રીતે સ્વીકારીને આવા કિસ્સાઓમાં એખબીજાનો સપોર્ટ કરીને દરેક કાર્યમાં સપોર્ટ કરવા પર ખાસ ભાર આપ્યો હતો.
Advertisement
Advertisement
Advertisement