Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > બેંકિંગ ઈતિહાસની સૌથી મોટી ભૂલ, સિટી બેંક એક ઝાટકે ગુમાવ્યાં 6,554 કરોડ રૂપિયા

બેંકિંગ ઈતિહાસની સૌથી મોટી ભૂલ, સિટી બેંક એક ઝાટકે ગુમાવ્યાં 6,554 કરોડ રૂપિયા

0
152
  • બેંકે એક કંપનીના ખાતામાં ભૂલથી ટ્રાન્સફર કર્યાં ₹ 6554 કરોડ, કોર્ટે કહ્યું- ‘હવે પૈસા પરત નહીં મળે’ Citi Bank Mistake

નવી દિલ્હી: સિટી બેંકે બેકિંગ ઈતિહાસમાં એક મોટી ભૂલ કરી છે, જેના કારણે બેંકને જંગી નુક્સાન ભોગવવુ પડ્યું છે. સિટી બેંકની એક નાની ભૂલના કારણે તેને મોટો આર્થિક ફટકો પડવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સિટી બેંકના એક અધિકારીએ ભૂલથી કૉસ્મેટિક કંપની રેવલૉનના ખાતામાં 6554 કરોડ રૂપિયાની મોટી રકમ ટ્રાન્સફર થઈ ગઈ. Citi Bank Mistake

ઈન્ડિયા ડૉટ કૉમના રિપોર્ટ મુજબ, સિટી બેંક તરફથી રેવલૉનને ભૂલથી 6554 કરોડ રૂપિયાની મોટી રકમ ટ્રાન્સફર કરી દેવામાં આવી. પોતાની ભૂલ અંગે પાછળથી જાણ થતાં બેંકે રેવલૉનને પૈસા પરત કરવાનું કહેવામાં આવ્યું હતું. જો કે રેવલૉને ભૂલથી ટ્રાન્સફર થયેલી રકમ પરત કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

એક અધિકારીની ભૂલથી રેવલૉનના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા આ પૈસાને સિટિ બેંક હજુ સુધી પરત નથી મેળવી શકી. આ પૈસા પરત મેળવવા માટે આખરે બેંકે કોર્ટના દ્વાર ખટખટાવવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ અમેરિકાની એક કોર્ટમાં આ મામલે લાંબી સુનાવણી હાથ ધરાઈ હતી. Citi Bank Mistake

અમેરિકન કોર્ટે આ કેસમાં સુનાવણી કર્યા બાદ સિટી બેંકની ભૂલને બેંકિંગ સેક્ટરના ઈતિહાસની સૌથી મોટી ચૂક ગણાવી છે. આ સાથે જ કહ્યું કે, બેંક આ માટે જવાબદાર છે અને પરાણે કંપની પાસેથી પૈસા પરત ના લઈ શકાય.

આ પણ વાંચો: રાજકોટમાં નેઇલ આર્ટથી ચૂંટણી પ્રચાર, યુવતીઓએ નખ પર બનાવ્યા ‘કમળ’ અને ‘પંજો’ Citi Bank Mistake

સૌ પ્રથમ સિટી બેંકે ભૂલથી મોકલી દીધેલી રકમ પરત મેળવવા માટે નોટિસ મોકલી હતી. જો કે જ્યારે 6554 કરોડ રૂપિયા પરત ના મળ્યા, તો ગત વર્ષે ઓગસ્ટમાં કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. હવે કોર્ટે આ મામલે સુનાવણી કર્યા બાદ બેંકની વિરુદ્ધ પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કૉસ્મેટિક કંપની રેવલૉનની ભૂલ માનવાનો ઈન્કાર કરીને આ મામલે બેંકને જવાબદાર ઠેરવી છે.

કોર્ટના આ નિર્ણય બાદ સિટી બેંકે કહ્યું કે, હવે તે ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટના ચુકાદા વિરુદ્ધ અપીલ કરશે. જ્યારે બેંક વિરુદ્ધ ચુકાદો આવ્યા છતાં રૂપિયા મેળવનારી સંસ્થા એ રૂપિયા વાપરી નહી શકે, કારણ કે કોર્ટમાં દાખલ અન્ય એક કેસનો ચુકાદો આવવાનો બાકી છે. જેમાં રૂપિયાના ખર્ચ કરવા પર કામચલાઉ રોક લગાવવામાં આવી હતી. Citi Bank Mistake

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat