Gujarat Exclusive > યુથ > મનોરંજન > Cinema Hall/multiplex ખુલશે 15 ઓક્ટોબરથી, કડક નિયમોનું પાલન જરુરી

Cinema Hall/multiplex ખુલશે 15 ઓક્ટોબરથી, કડક નિયમોનું પાલન જરુરી

0
106
  • કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે જારી કરી ગાઇડ લાઇન 
  • ટિકિટ બુકિંગમાં દર્શકે કોન્ટેક્ટ નંબર આપવો પડશે

નવી દિલ્હીઃ કોરોના મહામારી ફાટી નીકળતા લોકડાઉનને પગલે માર્ચ મહિનાથી બંધ સિનેમાગૃહો અને મલ્ટિપ્લેક્સ (Cinema Hall/multiplex) 15 ઓક્ટોબરથી ખુલી જશે. જેના માટે મંગળવારે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન જારી કરી હતી. તેમાં 50 ટકા થિયેટર ખાલી રાખવા સહિત કડક નિયમોનું પાલન જરુરી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Unlock-5: નવા નિયમો સાથે 15 ઓક્ટોબરથી થિયેટરો અને મલ્ટીપ્લેક્સ ખોલવાની મંજૂરી

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે SOP જારી કરતા જણાવ્યું હતું કે હોલ (Cinema Hall/multiplex)માં ફિલ્મ જોવા આવનારા પ્રેક્ષકોએ સંપૂર્ણ સમય દરમિયાન માસ્ક લગાવવું ફરજિયાત રહેશે. એક સીટ છોડીને બેઠક વ્યવસ્થા ગોઠવવી પડશે. તે આગળ પાછળ પણ લાગુ રહેશે. જે સીટ છોડવાની છે, તેના પર માર્કિંગ કરવાની રહેશે.

તેમણે જણાવ્યું કે બે શો વચ્ચેના સમયમાં પુરતી ટાઇમિંગ રાખવી પડશે. શો પત્યા બાદ સમગ્ર હોલ (Cinema Hall/multiplex)ને સેનિટાઇઝ કરવાનું રહેશે. તેમજ શો શરુ થતાં પહેલાં અને ઇન્ચરવલમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલી કોરોનાથી જાગૃત કરતી એક મિનિટની ફિલ્મનું પ્રસારણ જરુરી રહેશે.

પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે એસી અંગે પણ નિયમો છે. એટલે કે ટેમ્પરેચર 23થી 25ની વચ્ચે રાખવું પડશે. તેમજ ઇન્ટરવલ દરમિયાન ઓછામાં ઓછા દર્શકો બહાર નીકળે, તેનો પ્રયત્ન કરવાનું પણ તેમણે જણાવ્યું. જ્યારે હોલમાં માત્ર પેક્ડ ફૂડ પેકેટની જ પરવાનગી અપાશે.

આ પણ વાંચોઃ ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઘટી, 24 કલાકમાં 61 હજાર નવા કેસ

Cinema Hall/multiplexખોલવાની ગાઇડલાઇન

  • -50%ની ક્ષમતા સાથે Cinema Hall/multiplex15 ઓક્ટોબરથી ખુલશે.
  • -હોલમાં સમગ્ર સમય દરમિયાન માસ્ક પહેરવું જરુરી.
  • -સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશનનું પાલન કરવું પડશે.
  • – શો શરુ થતા પહેલાં અને ઇન્ટરવલના સમયે કોરોના સામે જાગૃતિનિ 1 મિનિટની ફિલ્મનું પ્રસારણ.
  • -બે શો વચ્ચે સ્ટાન્ડર્ડ ટાઇમ ગેપ જરુરી, શો પછી હેસનું સેનિટાઇઝેશન.
  • -સિંગલ સ્ક્રિન થિયેટરોમાં ટિકિટ બુકિંગ માટે વધુ બારીઓ ખોલવી પડશે.
  • -ઓનલાઇન ટિકિટ બુકિંગને પ્રોત્સાહન, આખો દિવસ ટિકિટ બારી ખુલ્લી રાખવી.
  • -સિનેમાગૃહની અંદર માત્ર પેક્ડ ફૂડ મળશે.
  • -એસી ટેમ્પરેચર 23થી 25 ડિગ્રી રાકવાનું રહેશે.
  • -ઇન્ટરવલમાં બધા દર્શકોને બહાર નીકળવા નહીં દેવાય.
  • -ટિકિટ બુક કરાવનારાએ કોન્ટેક્ટ નંબર આપવો પડશે.
  • -થિયેટરમાં પ્રવેશતા પહેલા થર્મલ ગનથી ચેકિંગ કરવામાં આવશે.
  • -નીતિ નિયમોનુ પાલન ના કરે તેમની સાથે કડકાઈ રાખવી પડશે.
  • -થીયેટરની બહાર લોકોને 6 ફૂટના અંતરે ઉભા રાખવા પડશે.

કન્ટેનમેન્ટ વિસ્તારોમાં મંજૂરી નહીં

સરકારે આજે કરેલી જાહેરાત પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનના થિયેટરો (Cinema Hall/multiplex)ને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. છોડીને બીજા વિસ્તારોમાં થીયેટરો ખુલશે.જોકે તેમાં કુલ બેઠકોના 50 ટકાનુ જ બૂકિંગ કરી શકાશે. કોરોનાના કારણે છેલ્લા સાત મહિનાથી બંધ થીયેટરો અને મલ્ટીપ્લેક્સ 15 ઓક્ટોબરથી ફરી ખુલવા જઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ તહેવારોને લઈ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન જારી