Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > શું સિગારેટ-તમાકુનું છુટક વેચાણ બંધ થઇ જશેઃ સરકાર ની યોજના કઇ?

શું સિગારેટ-તમાકુનું છુટક વેચાણ બંધ થઇ જશેઃ સરકાર ની યોજના કઇ?

0
224

ધુમ્રપાનની વય 18થી વધારી 21 વર્ષ કરવાની સરકારની યોજના

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ધુમ્રપાન (Cigarette tobacco)માટે કાનૂની વય મર્યાદા 18 વર્ષથી વધારી 21 વર્ષ કરવાની તૈયારી કરી રહી છે. આ માટે બિલ પણ તૈયાર કરી લીધું છે.

આ બિલમાં કલમ 7 જોડવામાં આવી છે જે ઘણા સવાલો પૈદા કરી રહી છે. તેમાં સિગારેટ કે કોઇ પણ તમાકુ પ્રોડક્ટ ઉત્પાદનમાં કરવાનું છે અને મૂળ પેકેજિંગ સિવાય તેનું વેચાણ થઇ શકશે નહીં.

આ પણ વાંચોઃ દેશના 10 કરોડ યુઝર્સનો ડેટા ચોરાયોઃ સાયબર સિક્યોરિટી રિસર્ચરનો દાવો

આ કલમમાં થોડું અસમંજસ છે. અત્યારે એવું લાગી રહ્યું છે કે સિગારેટ કે તમાકુ (Cigarette tobacco) ઉત્પાદનનું છુટક વેચાણ થઇ શકશે નહીં. પરંતુ તે અંગે સરકાર સરફથી સ્પષ્ટતા કરવામાં આવી નથી.

સુધારા વિધેયક,2020નો મુસદ્દો પણ તૈયાર Cigarette tobacco news

હકીકતમાં સરકાર સિગારેટ અને તમાકુ (Cigarette tobacco) ઉત્પાદનના વેચાણને મંજૂરી આપવાની ઉંમર 21 વર્ષ કરવા માટે સિગારેટ તથા અન્ય તંમાકુ ઉત્પાદન (વ્યાપાર અને વાણિજ્ય, ઉત્પાદન, પુરવઠો, વિતરણ, જાહેરાત અને માર્કેટીંગ) સંબંધિત સુધારા વિધેયક,2020નો એક મુસદ્દો તૈયાર કરી રહી છે.

ધુમ્રપાનની વયમર્યાદા 21 વર્ષ કરવાની જોગવાઇ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વ્રારા શરૂ કરવામાં આવી રહેલા નવા વિધેયકનો એક ભાગ છે. જેમાં સિગારેટ અને અન્ય તમાકુ(Cigarette tobacco) ઉત્પાદન કાયદા 2003માં સુધારાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ અમિત શાહ પર કોમેડી કરનાર ગુજરાતી કોમેડિયન વિરૂદ્ધ પોલીસ પાસે નથી પુરાવા

શૈક્ષણિક સંસ્થાના 100 મીના ઘેરાવમાં તમાકુનું વેચાણ પ્રતિબંધિત

આ વિધેયકમાં સૂચિત સુધારા હેઠળ કોઈ પણ વ્યક્તિ સિગારેટ કે અન્ય તમાકુ(Cigarette tobacco) ઉત્પાદનનું વેચાણ કે વેચાણની મંજૂરી 21 વર્ષ કે તેથી ઓછી ઉંમરના લોકો કરી શકશે નહીં. આ સાથે એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાના 100 મીટરના ઘેરાવામાં તમાકુનું વેચાણ કરી શકાશે નહીં.

કાયદાના ઉલ્લંઘન બદલ 2થી 5 વર્ષની સજા, 5 લાખ સુધી દંડ

કલમ 7માં એક વધઉ જોગવાઇ જોડવામાં આવી છે. જેમાં કોઇ પણ વ્યક્તિ સિગારેટ કે કોઇ પણ અન્ય તમાકુ (Cigarette tobacco) પ્રોડક્ટ તેના દરેક પેકેટ માટે ઉત્પાદન, વેચાણ કે વિતરણ અને લઘુત્તમ માત્રા નક્કી નહીં કરે ત્યાં સુધી તેનું સીધુ કે આડકતરી રીતે તેનું ઉત્પાદન, વેચાણ કે વિતરણ કરી શકશે નહીં.

કલમ 7ના ઉલ્લંઘન બદલ બે વર્ષની સજા અથવા એક લાખ રૂપિયાનું દંડ થઇ શકે છે. જ્યારે મહત્તમ સજા 5 વર્ષ અને દંડ પાંચ લાખ રૂપિયા પણ થઇ શકે છે. Cigarette tobacco news

આ પણ વાંચોઃ કંગનાના ફરી વિવાદિત બોલ, ‘JNU અને શાહિનબાગને સમર્થન આપનારા એક્ટર પણ આતંકવાદી’

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9