Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી આજે અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજીને સમાધિ અપાઇ

શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી આજે અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજીને સમાધિ અપાઇ

0
422

શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે ગુજરાતમાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી. આ અંબાજી ખાતે છેલ્લાં 76 વર્ષથી અન્નજળ વગર રહેતા એવાં ચૂંદડીવાળા માતાજી 91 વર્ષની વયે દેવલોક પામ્યા હતાં. જેઓને આજ રોજ સવારનાં સમાધિ આપવામાં આવી છે. લોકડાઉનનાં નિયમો વચ્ચે આજે જીતુભાઇ શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ચૂંદડીવાળા માતાજીને માત્ર 20 લોકોની હાજરીમાં સમાધિ આપવામાં આવી છે. પરંતુ લોકડાઉનને કારણે ભક્તો તેમનાં લાઇવ દર્શન નથી કરી શક્યાં. પરંતુ સોશિયલ મીડિયાનાં માધ્યમથી લોકોએ તેમનાં દર્શન કરી લીધાં છે.

કેવી રીતે સમાધિ આપવામાં આવી?
મળતી માહિતી અનુસાર તેઓએ માણસાનાં ચરાડા ગામમાં રાત્રે 2:45 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતાં. બાદમાં તેઓને ભક્તો દર્શન કરી શકે તે માટે તેમનાં અંતિમ દેહને આશ્રમમાં રાખવામાં આવ્યાં હતાં. બાદમાં આજે અંબાજી ખાતે તેઓને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી જ્યાં ચુંદડીવાળા માતાજી જે ગાદી પર બેસતા હતાં, ત્યાં એક જગ્યા ઉપર માતાજીને સમાધિ આપવામાં આવી છે. રૂત્ર સૂક્તનાં અભિષેક દ્વારા વિવિધ નદીઓનાં જળ લાવીને ચુંદડીવાળા માતાજીને સમાધિ આપવામાં આવી હતી.

ચૂંદડીવાળા માતાજીને આજે સવારરનાં સ્નાન કરાવ્યાં બાદ તેમનાં નશ્નરદેહને પાંચ પ્રકારનાં લેપ લગાવવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ તેમને શણગાર સજીને સમાધિ સ્થળ પર લઈ જવામાં આવ્યાં હતાં. ચુંદડીવાળા માતાજીની ગાદી પાસે આઠ ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો જ્યાં માતાજીને બેસાડીને મીઠું નાખવામાં આવ્યું હતું. પરિવારનાં સભ્યો અને આશ્રમનાં સંચાલકો દ્વારા મીઠું નાખીને તેમને સમાધિ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ગુફામાં રહેતા ચુંદડીવાળા માતાજી એટલે કે પ્રહલાદભાઈ જાની મંગળવારે ચરાડા ગામમાં દેવલોક પામ્યાં હતાં. જેઓ ચુંદડીવાળા માતાજી તરીકે ઓળખાતા હતાં અને તેમને લઇને અનેક સંશોધન થઈ ચૂક્યાં છે.

કોણ હતાં ચુંદડીવાળા માતાજી?

ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદ જાની કે જેઓનું 2003 અને 2010માં વૈજ્ઞાનિકો દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વિજ્ઞાન ચુંદડીવાળા માતાજી સામે હારી ગયું હતું. તેઓએ તેમનાં જીવનકાળ દરમિયાન અંદાજે 76 વર્ષથી જ અન્નજળનો ત્યાગ કર્યો હતો. જેને લઇને વિજ્ઞાન માટે પણ તેઓ એક કોયડા સમાન બની ગયા હતાં. જેને લઇને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં તેમના પર સંશોધન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ તે કોયડો આજે પણ એક કોયડો રહી ગયો. તેઓનાં અવસાન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

કોરોના વાઈરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

24 કલાકમાં 6566 નવા કેસ અને 194ના મોત, દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1.58 લાખને પાર