Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > યુનિવર્સ બોસની વિસ્ફોટક બેટિંગથી યુવરાજનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તૂટતા-તૂટતા રહી ગયો

યુનિવર્સ બોસની વિસ્ફોટક બેટિંગથી યુવરાજનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તૂટતા-તૂટતા રહી ગયો

0
149
  • યુવીએ 2007ના T-20 વર્લ્ડકપમાં માત્ર 12 બોલમાં ફિફટી ફટકારી હતી
  • અબુધાબી T10 લીગમાં ક્રિસ ગેલના વિસ્ફોટક 22 બોલમાં 84* રન

અબુધાબીઃ યુનિવર્સ બોસ તરીકે જાણીતા વિસ્ફોટક બેટેસમેન ક્રિસ ગેલ (Chris Gayle record) ફરીએક વાર ધાકડ બેટિંગ કરી. છતાં આ વખતે પણ તે યુવરાજનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડતા રહી ગયો. અલબત્ત તેણે રેકોર્ડની બરોબરી જરૂર કરી લીધી. ગેલે જો કે ઇનિંગના પ્રથમ બે બોલ ખાલી જવા દીધા અને પછી 10 બેલમાં અડધી સદી કરી. તેણે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો હતો.

ક્રિસ ગેલે અબુધાબી ટી-10 લીગમાં માત્ર 12 બોલમાં અડધી સદી ફટકારી. અગાઉ પણ તેણે 2016માં બિગબેશ લીગમાં 12 બોલમાં ફીફટી લગાવી હતી. જ્યારે સૌથી પહેલાં યુવરાજ સિંહે ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.

આ પણ વાંચોઃ ભારત પોઇન્ટ ટેબલમાં ટોપ પર હોવા છતાં ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ન્યૂઝીલેન્ડ પહેલાં ક્વાલિફાય

યુવરાજની ધાકડબેટિંગને સહારે ભારત વર્લ્ડ જીતી શક્યુ હતુ

યુવરાજ સિંહ T-20 વર્લ્ડકપમાં માત્ર 12 બોલમાં અડધી સદી મારી સૌને ચૌંકાવી દીધા હતા. યુવીની ધમાકેદાર ઇનિંગ્સને સહારે જ ભારત ટી-20 વર્લ્ડ ચેમ્પ્યિન બની શક્યું હતું.

મરાઠા એરેબિયન્સના 97/4ના જવાબમાં ગેલની ટીમના માત્ર 5.3 ઓવરમાં 100 રન

અબુધાબી લીગની આ મેચની વાત કરીએ તો મરાઠા અરેબિયન્સે 10 ઓવરમાં 4 વિકેટે 97 રન કર્યા હતા. જવાબમાં અબુધાબીએ માત્ર 5.3 ઓવરમાં જ એક વિકેટના ભોગે 100 રન બનાવી ટાર્ગેટ પાર કરી વિજય મેળવી લીધો હતો. ક્રિસ ગેલ (Chris Gayle record)આક્રમક મૂડમાં હતો. જો કે તે પોતાની ઇનિંગના પ્રથમ બે બોલ ચૂકી ગયો હતો. પછી તેણે બેટ ઉપાડ્યું હતું. તેણે 22 બોલમાં 84 રન બનાવી ટીમને જીત અપાવી હતી.

ગેલે ઇનિંગમાં 9 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકર્યા Chris Gayle record

ગેલે (Chris Gayle record) ઇનિંગના ત્રીજા બોલે ચોગ્ગો ફટકાર્યો પછી રોકાવાનું નામ લીધું નહી. તેણે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ શરૂ કરી દીધો હતો. તેણે 22 બોલમાં 9 છગ્ગા અને 6 ચોગ્ગા માર્યા. તે પરથી તેની વિસ્ફોટક બેટિંગનો ખ્યાલ આવી શકે છે.

આ પણ વાંચોઃ ખેડૂતોનું સમર્થન કરનાર પોપ સ્ટાર રિહાના 4400 કરોડ રૂપિયાની છે માલિક

મેચમાં મરાઠા અરેબિન્સ વતી આલિશાન શર્ફૂએ 23 બોલમાં 33 રન અને પાક.ના મોહમ્મદ હફિઝે 13 બોલમાં 20 રન કર્યા હતા. જ્યારે પૂર્વ પાક. કેપ્ટનઅને સાનિયા મિરઝાના પતિ શોએબ મલિક 9 બોલમાં 15 રન કરી નોટઆઉટ રહ્યો હતો. જવાબમાં ક્રિસ ગેલ સાથે પોલ સ્ટ્રિલિંગ મેદાનમાં ઉતર્યો હતો. પરંતુ તે 5 બોલમાં 11 રના નોંધાવી બાંગ્લાગેશના મોસ્દાક હુસૈનની બોલિંગમાં આઉટ થઇ ગયો હતો. Chris Gayle record

ત્યાર બાદ જોય કલાર્કે ગેલનો સાથ આપ્યો હતો અને બંનેએ ટીમને જીત અપાવી હતી. ગેલ 84 રને નોટ આઉટ રહ્યો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat