Gujarat Exclusive > દેશ-વિદેશ > દિલ્હી: જામિયામાં ફાયરિંગ મામલે ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, સાઉથ-ઇસ્ટ દિલ્હીના DCPની બદલી

દિલ્હી: જામિયામાં ફાયરિંગ મામલે ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, સાઉથ-ઇસ્ટ દિલ્હીના DCPની બદલી

0
337

દિલ્હી: ચૂંટણી પંચે દક્ષિણ પૂર્વ દિલ્હીના ડીસીપી ચિન્મય બિસ્વાલના ટ્રાન્સફરના આદેશ આપ્યા છે. ડીસીપી બિસ્વાલ (આઇપીએસ 2008 બેન્ચ)ની જગ્યાએ નવા અધિકારીની જાહેરાત પણ થઇ ગઇ છે. ચૂંટણી પંચે પોતાના આદેશમાં કહ્યુ, ડીસીપી (દક્ષિણ-પૂર્વ) ચિન્મય બિસ્વાલને તેમના વર્તમાન પદેથી તત્કાલ મુક્ત કરવામાં આવે છે.

બિસ્વાલ હવે કેન્દ્રીય ગૃહમંત્રાલયને રિપોર્ટ કરશે. વર્તમાન સ્થિતિને જોતા ચૂંટણી પંચે કુમાર જ્ઞાનેશ (DANIPS 1997)ને દક્ષિણ પૂર્વ દિલ્હીની કમાન સોપી છે. કુમાર જ્ઞાનેશ દક્ષિણ પૂર્વ દિલ્હીના સીનિયર એડિશનલ ડીસીપી છે, તેમણે તુરંત પ્રભાર લેવા માટે કહેવામાં આવ્યુ છે.

જામિયા વિસ્તારમાં એક જ અઠવાડિયામાં બે વખત ખુલ્લેઆમ ગોળી ચલાવવાની ઘટના બાદ પંચે વધુ સતર્કતા દર્શાવતા આ પગલુ ભર્યુ છે. હવે બિસ્વાલને ગૃહમંત્રાલયમાં રિપોર્ટ કરવા આદેશ આપવામાં આવ્યો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક છે. એવામાં આ નિર્ણય દિલ્હી ચૂંટણીને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યો છે.

વિશ્વ હિન્દુ મહાસભાના નેતા રંજીત બચ્ચનની ગોળી મારીને હત્યા